ઈટાલિયાનાં જેટલા વીડિયો વાઈરલ કરવા હોય એટલા કરો; જાણો ઈસુદાને BJPને કેમ આવી ચેલેન્જ આપી!
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ અંગે રાજકીય હોબાળો…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ અંગે રાજકીય હોબાળો મચી જતા ઈસુદાન ગઢવીએ ભાજપને નવી ચેલેન્જ આપી દીધી છે. તેમણે કહ્યું કે ભાજપે જેટલા વીડિયો ગોપાલના વાઈરલ કરવા હોય એટલા કરો. પાટીદાર સમાજને કહ્યું કે ગોપાલ ઈટાલિયાને કચડી નાખવા આ પ્રયાસ કરાઈ રહ્યા છે. તેથી પાટીદાર સમાજે સોશિયલ મીડિયામાં ગોપાલ ઈટાલિયાને સમર્થન કરવું જોઈએ એની અપિલ ઈસુદાને કરી છે…જાણો વિગતવાર
ભાજપને વધુ વીડિયો વાઈરલ કરવા ઈસુદાનની ચેલેન્જ, પાટીદારો ફેક્ટર વિશે કહ્યું..
ઈસુદાને ત્યારપછી જણાવ્યું કે અમારી ચેલેન્જ છે ભાજપને કે જેટલા વીડિયો ગોપાલના વાઈરલ કરવા હોય એટલા કરજો. પાટીદારોને આ વીડિયોના માધ્યમથી જે ગોપાલ ઈટાલિયાને બદનામ કરાઈ રહ્યા છે એનો વળતો જવાબ આપવા અપિલ કરવામાં આવી છે. જેમ કેસુભાઈ, ગોરધનભાઈ સહિતના અન્ય પાટીદાર યુવાનોને દબાવી દેવાયા એમ ગોપાલ સાથે આવું કરવામાં ભાજપ સફળ થઈ શકી નથી. આની સાથે ઈસુદાવ ગઢવીએ પટેલ સમાજને સોશિયલ મીડિયામાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ટકોર કરી હતી.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગોપાલ ઈટાલિયા ભાજપ સામે અડીખમ લડી રહ્યા છે. ભાજપના કોઈ નેતાની તાકાત નથી કે ગોપાલ ઈટાલિયાને ખરીદી શકે. ભાજપે તમામ પટેલ સમાજના આગેવાનો જે તેમની સામે પડ્યા હતા એને પોતાની તરફેણમાં ખરીદી લીધા છે. અત્યારે ભાજપ પાટીદારને રીઝવવા કાર્યરત છે, પરંતુ હું અપિલ કરું છે સમાજને કે ભાજપની સચ્ચાઈ તમે જાણી જ ચૂક્યા હશો. અત્યારે ગોપાલ ઈટાલિયાના વિવિધ વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ઈસુદાને ત્યારપછી પાટીદાર સમાજને ગોપાલ ઈટાલિયાની સાથે રહેવા અરજ કરી હતી. ગોપાલને કોઈપણ રીતે કચડી નાખવા માટે ભાજપે ષડયંત્રો રચ્યા છે.
ગોરધન ઝડફિયા અને હાર્દિક પટેલ પણ ભાજપ વિરૂદ્ધ બેફામ વાણીવિલાસ કરતા નજરે પડ્યા છે. પરંતુ આ બંનેએ ભાજપનો ખેસ પહેરી લીધો છે એટલે તેમને કોઈ મુશ્કેલી થતી નથી. મહિલા આયોગને ગોપાલ ઈટાલિયાની ભાષાથી વાંધો થયો એટલે તેમને દિલ્હી બોલાવવામાં આવે છે – ઈસુદાન ગઢવી
ગોપાલ ઈટાલિયા દિલ્હીમાં હાજર થશે- ઈસુદાન
ગોપાલ ઈટાલિયા દિલ્હી હાજર થવા જઈ રહ્યા છે. ઈસુદાને જમાવ્યું કે મહિલા આયોગને ગોપાલ ઈટાલિયાની ભાષા યોગ્ય ન લાગી એટલે આ મુદ્દે તેમને દિલ્હી બોલાવ્યા છે. આ દરમિયાન ઈસુદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઠેર ઠેર ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં કાર્યકર્તાઓ ઉભા રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT