ગઢવી અને ગોપાલની હત્યાનું ષડયંત્ર: ઈસુદાને લગાવ્યો આરોપ
અમદાવાદઃ સુરતમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર જીવલેણ હુમલા મુદ્દે ઈસુદાન ગઢવીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે…
ADVERTISEMENT
અમદાવાદઃ સુરતમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર જીવલેણ હુમલા મુદ્દે ઈસુદાન ગઢવીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મરાઠી પાટિલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ પર અશાંતિ ન ફેલાવવી જોઈએ. સોરઠિયાની હત્યાનું કાવતરુ સી.આર.પાટીલે જ કર્યું છે. આની સાથે તેમણે જણાવ્યું કે મારી હત્યાનુ કાવતરું પણ ઘડાઈ રહ્યું છે તથા ગોપાલ ઇટાલિયા પણ સુરક્ષિત નથી.
ઈસુદાન ગઢવીએ કહ્યું…
સી.આર.પાટીલની ગેંગ મહારાષ્ટ્રથી અહીં આવી છે. તેઓ ગુજરાતીઓને મુશ્કેલીમાં મુકવા તથા હત્યા કરવા માટે જ આવ્યા હોય એમ લાગી રહ્યું છે. સી.આર.પાટીલને ગુજરાતીઓ પ્રત્યે પ્રેમ નથી. ભાજપને અત્યારે આમ આદમી પાર્ટીથી ડર લાગ્યો છે. સી.આર.પાટીલે મનીષ સોરઠિયા પર જીવલેણ હુમલો કરવા માટે જ ગેંગ મોકલી હોવાની મને શંકા છે.આ સોરઠિયા પર નહીં આમ જનતા પર હુમલો છે, ભાજપ બેફામ ખર્ચા કરે છે છતા જનતા ભાજપની રેલીમા જોવા નથી મળી રહી. મરાઠી પાટિલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીની શુ તાકાત છે.
ઈસુદાનના આકરા પ્રહારો…
કહ્યું ભાજપમાં જોડાવવા માટે જે વ્યક્તિએ વધારે ગુના કર્યા હોય એને સારુ પદ આપવામાં આવે છે. પાટિલના 107 ગુના થયા છે જેટલા ગુના વધારે એટલો મોટો હોદ્દો તેમને મળતો રહ્યો છે. ભાજપ લુખ્ખા લફંગાની પાર્ટી છે. પોલીસ ફરિયાદ તો દાખલ થાય છે પરંતુ જે કોઈપણ આરોપી હોય એની ધરપકડ થતી નથી. પાટીલે સોરઠિયા પરના હુમલાને વખોડ્યો નથી.
આ અંગે ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે AAP નેતાઓએ ઘર્ષણ કર્યું. AAP આવા ત્રાગાઓ રચીને ખોટી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. સુરતમાં ભાજપના કાર્યકરો છૂટા છવાયા ઊભા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો. ત્યાર બાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઇજાઓ પહોંચી. ભાજપના દિનેશભાઈ દેસાઇ, કિશનભાઈ દેસાઇ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણેયને ગંભીર ઇજાઓ થઈ છે. ત્રણેય સુરતની હોસ્પિટલમાં દાખલ છે. આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે.
ગોપાલ ઈટાલિયા અને મારો જીવ જોખમમાં- ઈસુદાન
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે મને અને ગોપાલ ઈટાલિયાને જાનથી મારી નાખવાનું કાવતરુ ઘડાઈ રહ્યું છે. અંગત સૂત્રોએ જણાવ્યું છે કે અમારા જીવને પણ જોખમ છે. તેવામાં પાટીલની ગેંગ મહારાષ્ટ્રથી આવી છે અને સામાન્ય ગુજરાતી પ્રજાને મુશ્કેલીમાં મુકતી નજરે પડી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT