સીરિયાની રાજધાનીમાં રહેણાંક બિલ્ડીંગ પર ઈઝરાયલનો મિસાઈલ હુમલો, 15 લોકોનાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સીરિયાઈ રાજ્ય મીડિયાએ રવિવારે સવારે દમાસ્કસમાં ‘રહેણાંક’ ઇમારતો પર ઇઝરાયેલી મિસાઇલ હુમલાની જાણ કરી છે. રિપોર્ટ અનુસાર, દમાસ્કસ પર ઈઝરાયેલના હુમલામાં નાગરિકો સહિત 15 લોકોના મોત થયા છે. આ હુમલો દમાસ્કસમાં રહેણાંક મકાન પર થયો હતો.અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલો રવિવારે સવારે થયો હતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલી મિસાઇલોએ દમાસ્કસના રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યો છે.

આ પહેલા શુક્રવારે પણ હુમલો કરાયો હતો
આ પહેલા શુક્રવારે પણ એક હુમલો થયો હતો. જેમાં લગભગ 53 લોકોના મોત થયા હતા. આ હુમલા માટે ISISને જવાબદાર ગણવામાં આવ્યું હતું. સીરિયન રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે તે એક વર્ષમાં જેહાદીઓ દ્વારા કરવામાં આવેલો સૌથી ઘાતક હુમલો હતો. જાનસ્ટેટ ટીવી અનુસાર, હોમ્સના પૂર્વ રણમાં અલ-સોખના શહેરના દક્ષિણ-પશ્ચિમમાં ISIS આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 46 નાગરિકો અને 7 સૈનિકો માર્યા ગયા હતા. જેમાં 53 લોકોના મોત થયા હતા.

ADVERTISEMENT

46 નાગરિકો અને 7 સૈનિકોના થયા હતા મોત
પાલમિરા હોસ્પિટલના ડાયરેક્ટર વાલિદ ઓડીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલાઓમાં 46 નાગરિકો અને સાત સૈનિકોનો સમાવેશ થાય છે. વાલિદ ઓડીએ સરકાર તરફી રેડિયો સ્ટેશનને જણાવ્યું હતું કે ડઝનેક લોકોને નિશાન બનાવ્યા બાદ મૃતદેહોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે પણ શુક્રવારે હુમલાની જાણ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT