IPS અધિકારીની પુત્રી પર હુમલો કરવો પડ્યો ભારે, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં વર્ષ 2016 માં બનેલી આઇપીએસની પુત્રી પર હુમલો કરવાની ઘટનાને લઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
સમર્પણ ફ્લેટમાં આઈપીએસ અધિકારી શમશેર સિંહના ઘરમાં ઘરકામ કરતા એક 25 વર્ષીય સોનુ પટેલને એ જ બિલ્ડિંગમાં રહેતા અન્ય એક આઈપીએસ અધિકારીની સગીર છોકરી સાથે મારપીટ કરવાના આરોપસર 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે, આ ઘટના ગઈ 27 નવેમ્બર, 2016ના રોજ હાઉસિંગ કોલોનીમાં બની હતી.

અમદાવાદ શહેરના સમર્પણ ફેટમાં લગભગ 20 આઈપીએસ અધિકારી અને અન્ય બ્યુરોકેટ્સ તથા જજો રહે છે. ત્યારે આરોપી સોનુ પટેલ કે જે મૂળ છત્તીસગઢનો રહેવાસી છે અને તેના પર નિવૃત્ત થયેલા આઈપીએસ અધિકારીના ઘરમાં ઘુસવાનો આરોપ હતો. તેણે કથિત રીતે અધિકારીની 17 વર્ષીય પુત્રીનું ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છોકરી જાગી ગઈ અને તેણે હુમલાનો વિરોધ કર્યો હતો. ત્યારે આ કેસમાં કોર્ટ દ્વારા 10 વર્ષની સાફ ફટકારવામાં આવી છે.

પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
આરોપી સોનુ પટેલે નિવૃત આઇપીએસના ઘરમાં ઘૂસ્યો હતો. અને નિવૃત આઇપીએસની દીકરી સૂતી હતી ત્યારે પર ચાકુથી હુમલાનો પ્રયાસ કર્યો હતો અને તેની આંગળીઓ પર ઘા કર્યો હતો. સોનું પટેલે હુમલા વખતે પોતાની ઓળખ છૂપાવવા માટે મોંઢુ ઢાંકી રાખ્યું હતું. નસવાના અનેક પ્રયત્નો છતાં આરોપી સોનું પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સોનું પટેલે કરેલ કારનામાંને લઈ તેના પર હત્યાનો પ્રયાસ, ઈજા પહોંચાડવી અને હુમલાની તૈયારી કર્યા પછી ઘરમાં બળજબરી ઘુસવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે, પૂર્વ આઈપીએસ અધિકારીની દીકરી એ સમયે સગીર હતી. એટલા માટે આરોપી સોનુ પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના ઊભરતા ક્રિકેટર્સ માટે સારા સમાચાર, રાજકોટમાં શરૂ થઈ ઘોનીની ક્રિકેટ એકેડમી

2017માં 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
આ પૂર્વ આઇપીએસની પુત્રી પર હુમલાના કેસમાં ટ્રાયલ દરમિયાન મદદનીશ સરકરારી વકીલ ભરત પટણીએ આરોપીનો ગુનો સ્થાપિત કરવા માટે 30 સાક્ષીઓની તપાસ કરી હતી અને એડિશનલ સેશન્સ જજ વીએ રાણાએ આરોપીને 10 વર્ષની સજા ફટકારી હતી. સગીર છોકરી પર હુમલાના આ કેસ સિવાય આરોપી પર બે અન્ય મામલે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેને કામે રાખનારાઓ દ્વારા તેના પર ઘરમાં અનિધિકૃત રીતે ઘુસવાનો અને ચોરી બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આઈપીએસ સિંહના ઘરના ડાઈનિંગ રુમમાં પ્રવેશ કરવા માટે તેના પર કેસ કરવામાં આવ્યો ત્યારે 2021માં એક મેટ્રોપોલિટન કોર્ટે તેના પર શંકા વ્યક્ત કરી હતી. એ સમયે તે ત્યાં ઘરકામ કરતો હતો. રાત્રે આરોપીની શંકાસ્પદ હિલચાલના કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ ફરિયાદને લઈને અઠવાડિયા પછી સેશન કોર્ટે ફેબ્રુઆરી 2017માં એ જ કોલોનીમાં ચોરી, ઘરમાં બળજબરી ઘુસવાના એક અન્ય કેસમાં તેને સાત વર્ષની સજા ફટકારી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT