જુનિયર ક્લાર્કના પેપરલીક કાંડ બાદ IPS હસમુખ પટેલને સોંપાઈ પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સરકારની ખૂબ ટિકા થઈ હતી. ઉમેદવારોમાં પરીક્ષા ન આપી શકવાના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જે બાદ સરકારે આગામી 100 દિવસમાં જ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2018માં કરેલી ભરતી જાહેરાત પાંચ-પાંચ વર્ષે પણ પૂરી ન થતા સરકાર હવે પેપર લીકના બનાવો રોકવા ગંભીર લાગી રહી છે. સરકારે IPS હસમુખ પટેલને GPSSBના અધ્યક્ષ બનાવ્યા છે.

આ પણ વાંચો: ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીના બંગલામાં ચોરી, તસ્કરો રામજીના આભૂષણો અને પૂજાનો કિંમતી સામાન ચોરી ગયા

IPS હસમુખ પટેલ સામે હવે આ પડકાર
IPS હસમુખ પટેલ અગાઉ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી નીભાવી ચૂક્યા છે અને સફળતાપૂર્વક ગત વર્ષે જ LRDની ભરતી પરીક્ષા પૂર્ણ કરી ચૂક્યા છે. એવામાં આગામી દિવસોમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાની જવાબદારી તેમને સોંપવામાં આવશે. એવામાં હસમુખ પટેલ પર ખાસ કરીને પેપરલીકના કારણે GPSSBની ખરડાયેલી શાખ સુધારવાનો પડકાર હશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: વડોદરાથી ડાકોર જતી ઈકો કાર એક્સપ્રેસ હાઈવે પર ટ્રક પાછળ ઘુસી ગઈ, 3 યુવાનોના કરુણ મોત

27મી જાન્યુઆરીએ થયું હતું જુનિયર ક્લાર્કનું પેપર લીક
નોંધનીય છે કે, ગત 27મી જાન્યુઆરીએ રાજ્યભરમાં પંચાયત સેવા પસંદગી મંડળની જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે આ પરીક્ષાના અમુક કલાકો પહેલા જ પેપર લીક થયું હોવાના કારણે તેને રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે લાખો ઉમેદવારો બસ સ્ટેન્ડ પર જ રઝળી પડ્યા હતા. સરકારે બાદમાં તમામને હોલ ટિકિટ પર એસ.ટી બસમાં ફ્રી મુસાફરીની સુવિધા આપી હતી. જોકે તેમ છતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સરકાર વિરુદ્ધ તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો. પેપરલીક કાંડમાં અત્યાર સુધીમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ ગુજરાત ATS દ્વારા કરવામાં આવી ચૂકી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT