IPL ઓક્શન: ભારતની કેપ્ટનશિપ કરી ચૂકેલા ખેલાડીના હાલ-બેહાલ! જાણો કોની રૂ.50 લાખમાં જ ડીલ થઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL Auction 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સિઝન માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. તેવામાં ટેસ્ટમાં બેસ્ટ અજિંક્ય રહાણેના હાલ આ ઓક્શનમાં બેહાલ જોવા મળ્યા હતા. એક સમયે વિરાટની ગેરહાજરીમાં ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરી ચૂકેલા રહાણેને ઓક્શનમાં ખરીદવા કોઈ તૈયાર નહોતું એવી સ્થિતિ તૈયાર થઈ હતી. જોકે ત્યારપછી છેવટે આ ફ્રેન્ચાઈઝીએ તેને બેઝ પ્રાઈઝમાં ખરીદી શાખ રાખી હતી. જાણો વિગતવાર માહિતી…

IPL કારકિર્દી પૂર્ણ થવાના સ્તરે..
આઈપીએલની હરાજીમાં અજિંક્ય રહાણેની શાખ બચી ગઈ છે. હવે તે IPL 2023ની સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળશે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેને IPL 2023ની સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 50 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે. અજિંક્ય રહાણે હવે IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે.

ADVERTISEMENT

એક સમયે જે કિંગ હતો તેના હાલ-બેહાલ..
અજિંક્ય રહાણેની IPL કારકિર્દી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. તે ટેસ્ટ મેચનો કિંગ કહેવાતો હતો. પરંતુ હવે તો ખરાબ ફોર્મના કારણે ઈન્ટરનેશનલ ટેસ્ટ ટીમમાંથી પણ તેની બાદબાકી થઈ ગઈ છે. અને IPLમાં પણ તેને કોઈપણ ટીમ ખરીદવા માગતી નહોતી. જોકે ચેન્નઈ સુપર કિંગ્સે તેનો હાથ પકડી માત્ર 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝથી ડીલ ફાઈનલ કરી દીધી છે. ત્યારે હવે ક્રિકેટમાં ફોર્મ અને સમય કેવી જલદીથી બદલાઈ જાય છે એનું વધુ એક ઉદાહરણ આ ઓક્શનમાં જોવા મળ્યું હતું. અજિંક્ય રહાણે જેવો ખેલાડી જે વર્લ્ડના ટોપ ક્લાસ બેટરમાં ગણાતો તેને માત્ર બેઝ પ્રાઈઝથી જ ખરીદાતા નિષ્ણાંતો પણ ચોંકી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT