IPL 2024 Big Update : લખનઉ સુપર જાયન્ટ ફેન્સ માટે મોટી ખુશખબરી, ટિકિટનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ

ADVERTISEMENT

IPL 2024 Big Update
IPL 2024ની ટિકિટને લઈને મોટી અપડેટ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પ્રથમ તબક્કામાં કુલ 21 IPL મેચ રમાશે

point

શેડ્યૂલનું એલાન થયા બાદ ફેન્સમાં ઉત્સાહ

point

બે મેચ માટે ટિકિટનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ

IPL 2024 Tickets Big Update:  BCCIએ તાજેતરમાં જ IPL 2024ના શેડ્યૂલનું એલાન કરી દીધું છે. આ વખતે આઈપીએલ 2 તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો 22 માર્ચથી 7 એપ્રિલની વચ્ચે રમાશે. પ્રથમ તબક્કામાં કુલ 21 મેચ રમાશે. શેડ્યૂલનું એલાન થયા બાદ ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ ખુશીને લખનઉ સુપર જાયન્ટ્સે બેવડી ખુશીમાં ફેરવી દીધી છે.

ટિકિટનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ 

વાસ્તવમાં લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2024ની બે મેચ માટે ટિકિટનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે ટિકિટ માટે ક્યાં પ્રી-રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

કઈ મેચ માટે થશે પ્રી રજિસ્ટ્રેશન?

લખનઉ સુપર જાયન્ટ્સે તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં માત્ર 30 માર્ચ અને 7 એપ્રિલે રમાનારી મેચો માટે લખનઉ સુપર જાયન્ટ્સે ટિકિટનું પ્રી-રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. વાસ્તવ લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમ તબક્કાની બે મેચ તેના હોમ ગ્રાઉન્ડ એકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનઉમાં રમાવા જઈ રહી છે. જેમાં પ્રથમ મેચ 30મી માર્ચે પંજાબ કિંગ્સ સાથે રમાવાની છે. જ્યારે બીજી મેચ 7મી એપ્રિલે ગુજરાત ટાઈટન્સ સામે રમાશે. આ બંને જ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે પ્રી-રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT

આ રીતે કરો પ્રી રજિસ્ટ્રેશન 

કેએલ રાહુલની કપ્તાનીવાળી લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમ તબક્કામાં ચાર મેચ રમશે. તેમાંથી તેને બે પોતાના ઘરમાં અને બે ઘરની બહાર રમવાની છે. તેમાંથી લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીએ લખનઉમાં યોજાનારી બે મેચ માટે ટિકિટનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. લખનઉએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે.


આ વેબસાઈટ પરથી થશે પ્રી-રજિસ્ટ્રેશન

આમાં ટિકિટના પ્રી-રજિસ્ટ્રેશન માટે https://www.lucknowsupergiants.in/ વેબસાઈટની લિંક આપવામાં આવી છે. જેના પર જઈને ફેન્સ ટિકિટનું પ્રી-રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વેબસાઈટ પર પહેલા પેજ પર જ પ્રી-રજીસ્ટ્રેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેના પર ક્લિક કરીને નામ, નંબર, ઈમેલ અને કઈ સીટ પરથી મેચ જોવા માંગે છે તે ભરવાનું રહેશે. આ બધું ભર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT