IPL 2023: સંજુ સેમસનને ઝટકો, CSK સામેની જીત બાદ ફટકારવામાં આવ્યો લાખો રૂપિયાનો દંડ
નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સે બુધવારે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી. પરંતુ મેચ દરમિયાન કેપ્ટન સંજુ સેમસને ભૂલ…
ADVERTISEMENT
નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સે બુધવારે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી. પરંતુ મેચ દરમિયાન કેપ્ટન સંજુ સેમસને ભૂલ કરી હતી. આ ભૂલને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમ CSK સામે નિર્ધારિત સમયમાં 20 ઓવરનો પોતાનો ક્વોટા પુરો કરી શકી ન હતી. જેના કારણે ધીમી ઓવર રેટના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમની આ પહેલી ભૂલ હતી, જેના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. જો રાજસ્થાન બીજી વખત આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓને પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે.
IPL એ તેની પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, ‘બુધવારે ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 17મી મેચમાં ધીમી ઓવર રેટ જાળવવા બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોને લગતો આ સિઝનનો ટીમનો પહેલો ગુનો હોવાથી કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પહેલા RCB ના કેપ્ટનને પણ ફટકરવામાં આવ્યો હતો દંડ
રાજસ્થાન રોયલ્સ IPLમાં ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારનાર બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. RCB લખનૌ સુપર જાયન્ટ્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષિત ઠર્યું હતું.
ADVERTISEMENT
8 મી વાર સેમસન 0 માં આઉટ થયો
આ મેચમાં સેમસન બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 2 બોલ રમ્યા બાદ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન સંજુ સેમસન IPLમાં રમતી વખતે રાજસ્થાન તરફથી સૌથી વધુ આઉટ થનાર ખેલાડી બની ગયો છે. આ આઠમી વખત છે જ્યારે સેમસન આ ફ્રેન્ચાઇઝી માટે 0 રન પર આઉટ થયો છે. આ મેચમાં રાજસ્થાન રોયલે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવ્યું હતું. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે રાજસ્થાને ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 8 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈની ટીમે 6 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
રવિચંદ્રન અશ્વિન મેચનો હીરો
રાજસ્થાનની જીતમાં રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 30 રન બનાવીને 25 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોસ બટલરે સિઝનની ત્રીજી અડધી સદી ફટકારતા 52 રનની ઇનિંગ રમી હતી. અશ્વિનને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.ચાર મેચમાં ત્રીજી જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ચેન્નાઈ બે જીત અને બે હાર સાથે પાંચમા નંબર પર છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT