IPL 2023 LIVE: ગુજરાત જીતીને પ્લેઓફમાં જનારી અને હૈદારાબાદ હારીને બહાર થનારી પહેલી ટીમ બની
અમદાવાદ : ગુજરાત ટાઇટન્સે IPL 2023 પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 15 મે (સોમવાર)ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદને…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત ટાઇટન્સે IPL 2023 પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 15 મે (સોમવાર)ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. જ્યારે હૈદરાબાદ રેસમાંથી બહાર નિકળનારી પહેલી ટીમ બની હતી. IPL 2023 ની 62મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે અને પોઈન્ટ ટેબલમાં તેનું ટોપ-2માં સ્થાન પણ નિશ્ચિત થઈ ગયું છે.
15 મે (સોમવાર)ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં 9 વિકેટે 154 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ છે. લક્ષ્યનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 59 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની આ ખરાબ હાલત માટે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્મા અને મોહમ્મદ શમી જવાબદાર હતા. જેમણે ખૂબ જ શાર્પ બોલિંગ કરી હતી. અનમોલપ્રીત, એડન માર્કરામ અને રાહુલ ત્રિપાઠીએ ચાલતી પકડી હતી. સનવીર સિંહ, અબ્દુલ સમદ અને માર્કો જેનસેનની વિકેટો લીધી હતી.
𝗣𝗹𝗮𝘆𝗼𝗳𝗳𝘀 𝗦𝗽𝗼𝘁 𝗦𝗲𝗮𝗹𝗲𝗱! ✅
Presenting the first team to qualify for the #TATAIPL playoffs! #GTvSRH
𝗚𝗨𝗝𝗔𝗥𝗔𝗧 𝗧𝗜𝗧𝗔𝗡𝗦 👏🏻👏🏻 pic.twitter.com/1std84Su6y
— IndianPremierLeague (@IPL) May 15, 2023
ADVERTISEMENT
સનરાઈઝર્સ હૈદરાબાદ સો રન પણ બનાવી શકશે નહીં, પરંતુ હેનરિક ક્લાસેન અને ભુવનેશ્વર કુમારે 68 રનની ભાગીદારી કરીને ટીમને મોટી હારમાંથી બચાવી હતી. આઠમી વિકેટ માટે ભાગીદારી. ક્લાસને 44 બોલમાં 64 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્મા અને મોહમ્મદ શમીએ ચાર-ચાર વિકેટ લીધી હતી. પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ ગુજરાત બની હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની આ રીતે પકી વિકેટ
પહેલી વિકેટ અનમોલ પ્રિતસિંઘ 5(4) રન (6/1 0.5 ઓવર)
બીજી વિકેટ – અભિષેક શર્મા – 4(5) રન (11/2, 1.4 ઓવર)
ત્રીજી વિકેટ – રાહુલ ત્રિપાઠી – 1(2) રન (12/3, 2.1 ઓવર)
ચોથી વિકેટ – એડન માર્કરામ – 10 (10) રન (29/4, 4.2 ઓવર)
પાંચમી વિકેટ – સનવીર સિંહ – 7 (6) રન (45/5, 6.1 ઓવર)
છઠ્ઠી વિકેટ – અબ્દુલ સમદ – 4 (3) રન (49/6, 6.4 ઓવર)
સાતમી વિકેટ – માર્કો જેન્સેન 3 (6) રન (59/7, 8.6 ઓવર)
આઠમી વિકેટ – હેનરિક ક્લાસેન 64 (44) રન (127/8, 16.5 ઓવર)
નવમી વિકેટ – ભુવનેશ્વર કુમાર 27 (26) રન (147/9), 18.4 ઓવર)
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સે ટોસ હાર્યા બાદ ખરાબ શરૂઆત કરી અને મેચના બીજા જ બોલે રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવી. રિદ્ધિમાન સાહાને ભુવનેશ્વર કુમારે અભિષેક શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી સાઈ સુદર્શન અને શુભમન ગીલે 147 રનની શાનદાર સદીની ભાગીદારી કરીને ગુજરાતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. સાઈ સુદર્શને 36 બોલમાં 47 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. સુદર્શનને માર્કો જેનસેને નટરાજનના હાથે કેચ કરાવી પેવેલિયન મોકલ્યો હતો. સુદર્શનના આઉટ થયા બાદ ગુજરાતે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. જોકે, આ દરમિયાન શુભમન ગિલ પોતાની સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો.
ADVERTISEMENT
ગિલે 58 બોલમાં 101 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલની આઈપીએલ કારકિર્દીની આ પ્રથમ સદી હતી. ગુજરાત ટાઇટન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં કુલ ચાર વિકેટ પડી હતી, જેમાં ત્રણ વિકેટ ભુવનેશ્વર કુમારના ખાતામાં ગઈ હતી, જ્યારે એક ખેલાડી રન આઉટ થયો હતો. જો જોવામાં આવે તો ગુજરાત ટાઇટન્સે 41 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે તે નવ વિકેટે 187 રનના સ્કોર સુધી જ પહોંચી શકી હતી. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 30 રન આપીને પાંચ ખેલાડીઓને આઉટ કર્યા.
ગુજરાત ટાઇટન્સની વિકેટ આ રીતે વિકેટ પડી (188/9)
પહેલી વિકેટ – રિદ્ધિમાન સાહા 0 રન (0/1)
બીજી વિકેટ – સાઈ સુદર્શન 47 રન (147/2)
ત્રીજી વિકેટ વિકેટ – હાર્દિક પંડ્યા 8 રન (156/3)
ચોથી વિકેટ – ડેવિડ મિલર 7 રન (169/4)
પાંચમી વિકેટ – રાહુલ તેવટિયા 3 રન (175/5)
છઠ્ઠી વિકેટ – શુભમન ગિલ 101 રન (186/6)
સાતમી વિકેટ- રાશિદ ખાન 0 રન (186/7)
આઠમી વિકેટ- નૂર અહેમદ 0 રન (186/8)
9મી વિકેટ- મોહમ્મદ શમી 0 રન (187/9)
ADVERTISEMENT