IPL 2023: હાર્દિક પંડ્યા આજે મેદાનમાં ઉતરશે, કેવી હશે પંજાબ-ગુજરાતની પ્લેઈંગ-11?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: IPL 2023માં આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ મોહાલીમાં સાંજે 7.30 કલાકે રમાશે. ગુજરાત ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા છેલ્લી મેચમાં અનફિટ હોવાના કારણે રમ્યો નહોતો. પરંતુ આ મેચમાં તેના મેદાનમાં ઉતરવાની પૂરી સંભાવના છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની 18મી મેચ આજે (13 એપ્રિલ) મોહાલીમાં રમાશે. આ મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને ટીમો તેમની છેલ્લી મેચ હાર્યા બાદ આજે મેદાને ઉતરશે. છેલ્લી મેચમાં છેલ્લી ઓવરમાં રિંકુ સિંહની 5 સિક્સરથી અણધારી હારનો સામનો કરનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ આજે જીતની આશા સાથે મેદાને ઉતરશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની છેલ્લી મેચમાં ગુજરાતના ઇન્ચાર્જ કેપ્ટન રાશિદ ખાને હેટ્રિક લીધી હતી. સાઈ સુદર્શન અને વિજય શંકરે શાનદાર ઈનિંગ્સ રમી હતી, પરંતુ રિંકુની ધમાકેદાર બેટિંગે તમામનાપ્રદર્શન પર પાણી ફેરવી દીધું હતું. રિંકુએ છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને KKRને ચમત્કારિક જીત અપાવી હતી. ગુજરાત આ હારને લાંબા સમય સુધી યાદ રાખશે, પરંતુ હવે તેણે આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

ADVERTISEMENT

ત્રણ મેચમાં ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહેલા ગુજરાતે આત્મવિશ્વાસથી ભરપૂર પંજાબ સામે શાનદાર પ્રદર્શન કરવું પડશે. વર્તમાન ફોર્મ પર નજર કરીએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટની હાર સિવાય, પંજાબે શાનદાર પ્રદર્શન કર્યું છે. જે કેપ્ટન શિખર ધવન અને ઝડપી બોલર અર્શદીપ સિંહના ફોર્મને આભારી છે. બીજા છેડેથી વિકેટો પડવા છતાં ધવને સનરાઇઝર્સ સામે 99 રન બનાવ્યા હતા, જોકે ટીમને હારથી બચાવી શક્યો નહોતો.

આ પછી તેણે રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 86 અને કેકેઆર સામે 40 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા સારી રીતે જાણે છે કે ધવન શું કરી શકે છે. આ મેચ પણ ધવન અને શુભમન ગિલ વચ્ચે થશે, કારણ કે ધવનનું લક્ષ્ય હજુ પણ પોતાની યોગ્યતા સાબિત કરીને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવાનું રહેશે.

ADVERTISEMENT

ધવન અને તેના યુવા ઓપનિંગ પાર્ટનર પ્રભસિમરન સિંહે પાવરપ્લે ઓવરમાં પંજાબને જોરદાર શરૂઆત કરવી હતી અને તે મોહમ્મદ શમી, હાર્દિક અને રાશિદ સામે સમાન વ્યૂહરચના હશે. પંજાબ પાસે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરન છે, જેને લિયામ લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા સપોર્ટ કરશે. બોલિંગમાં અર્શદીપની સાથે નાથન એલિસ હશે. ગુજરાત પાસે ગિલ, સુદર્શન અને શંકર જેવા મેચ વિનર છે. શંકરે છેલ્લી મેચમાં 24 બોલમાં 63 રન બનાવ્યા હતા. બોલિંગમાં શમી, જોશ લિટલ, અલઝારી જોસેફ અને રાશિદ છે.

ADVERTISEMENT

આ હશે પ્લેઇંગ 11
પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ/ઋષિ ધવન (ઈમ્પેક્ટ પ્લેયર), શિખર ધવન (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, નાથન એલિસ, રાહુલ ચાહર અને અર્શદીપ સિંહ.

ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન/જોશ લિટલ (ઈમ્પેક્ટ પ્લેયર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી અને આર સાઈ કિશોર.

    follow whatsapp

    ADVERTISEMENT