IPL 2023: GTvsDC SCORE: દિલ્હી પ્લેઓફની રેસમાં યથાવત, કરો યા મરો મેચમાં ગુજરાતને હરાવ્યું

ADVERTISEMENT

IPL 2023 Delhi
IPL 2023 Delhi
social share
google news

IPL 2023, GT vs DC LIVE SCORE : IPL 2023 માં દિલ્હી કેપિટલ્સે ધમાકેદાર જીત મેળવી છે. તેણે તેની 9મી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ત્રીજી જીત નોંધાવી હતી. આ જીત સાથે લખનૌની ટીમ પ્લેઓફની રેસમાં અકબંધ છે. જ્યારે ગુજરાતની ટીમ 9માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં દિલ્હી કેપિટલ્સ (DC) એ ધમાકેદાર જીત મેળવી છે. મંગળવારે (2 મે) રમાયેલી મેચમાં લખનૌએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 રનથી હરાવ્યું હતું. આ મેચનો હીરો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા હતો. જેણે છેલ્લી ઓવરમાં આખી ગેમ પલટી નાખી હતી.

મેચમાં ગુજરાતની ટીમને 131 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટીમ 6 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. ટીમ માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 53 બોલમાં અણનમ 59 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. રાહુલ તેવટિયાએ છેલ્લે 7 બોલમાં 20 રન બનાવ્યા હતા. જ્યારે અભિનવ મનોહરે 26 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં ઈશાંતે બાજી પલટી નાખી
આ મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર બોલિંગ દ્વારા નાનો સ્કોર હોવા છતા પણ જીત પ્રાપ્ત કરી હતી. ખલીલ અહેમદ અને ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં જ્યારે ગુજરાતને જીતવા માટે 12 રનની જરૂર હતી. ત્યારે ઈશાંતે શાનદાર બોલિંગ કરી અને માત્ર 1 વિકેટ લીધી અને માત્ર 6 રન આપ્યા. આ પ્રકારે ઇશાંતે આખી મેચ જ પલટી નાખી હતી.

ADVERTISEMENT

દિલ્હી માટે કરો અથવા મરો મેચ
દિલ્હીની ટીમ માટે કરો અથવા મરો મેચ હતી. તેણે અત્યાર સુધી તેની 9 મેચમાંથી માત્ર 3 જ જીતી છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10માં નંબર પર છે. જો દિલ્હીને પ્લેઓફની રેસમાં રહેવું હોય તો તેણે હવે તેની બાકીની તમામ 5 મેચો પણ જીતવી પડશે.

ADVERTISEMENT

ગુજરાતની ટીમ ટોપ પર છે
બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતની ટીમે તેની 9 મેચમાંથી 6 મેચ જીતી છે. આ ટીમ 12 પોઈન્ટ સાથે ટોપ પર છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટીમની આ માત્ર બીજી સિઝન છે. તેણે તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું.

ADVERTISEMENT

ગુજરાત ઇનિંગ્સ અપડેટ:
પહેલી વિકેટ : રિદ્ધિમાન સાહા – 0(6) રન – (0/1, 0.6 ઓવર)
બીજી વિકેટ: શુભમન ગિલ – 6(7) રન – (18/0) 2, 3.1 ઓવર)
ત્રીજી વિકેટ: વિજય શંકર – 6(9) રન – (26/3, 4.6 ઓવર)
ચોથી વિકેટ: ડેવિડ મિલર – 0 (3) રન – (32/4, 6.4 ઓવર)
પાંચમી વિકેટ: અભિનવ મનોહર – 26 (33) રન – (94/5, 17.1 ઓવર)
છઠ્ઠી વિકેટ: રાહુલ તેવટિયા – 20 (7) રન – (122/6, 19.4 ઓવર)

દિલ્હીનો બેટિંગ હીરો અમન હકીમ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ છે. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ દિલ્હીની ટીમે 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. ટીમ માટે અમાન હાકિમ ખાને મુશ્કેલ સમયમાં 44 બોલમાં 51 રનની ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. તેણે 3 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. આ સિવાય રિપલ પટેલે 23 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ અને મોહિત શર્માએ 2 વિકેટ ઝડપી હતી.

દિલ્હી ઇનિંગ્સ અપડેટ્સ
પહેલી વિકેટ: ફિલ સોલ્ટ – 0(1) રન-(0/1, 0.1 ઓવર)
બીજી વિકેટ: ડેવિડ વોર્નર – 2(2) રન – (6/2, 1.1 ઓવર)
ત્રીજી વિકેટ: રિલે રોચ્યુ – 8(6) રન – (16/3, 2.5 ઓવર)
ચોથી વિકેટ: મનીષ પાંડે – 1(4) રન – (22/4, 4.1 ઓવર)
પાંચમી વિકેટ: પ્રિયમ ગર્ગ – 10(14) રન-(23/5, 4.6 ઓવર)
છઠ્ઠી વિકેટ: અક્ષર પટેલ – 27(30) રન-(73/6, 13.6 ઓવર)

દિલ્હીએ પ્રથમ વખત ગુજરાતને હરાવ્યું
આ સિઝનમાં ગુજરાત વચ્ચે બીજી ટક્કર. બંને વચ્ચે પ્રથમ મેચ 4 એપ્રિલે રમાઈ હતી. તે મેચમાં ગુજરાતે જ દિલ્હીને 11 બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું હતું. એકંદરે બંને વચ્ચે આ ત્રીજી મેચ છે. છેલ્લી બે મેચમાં માત્ર ગુજરાતનો જ વિજય થયો છે. દિલ્હીએ પ્રથમ વખત ગુજરાતને હરાવ્યું છે.

મેચમાં બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ , મોહમ્મદ શમી , જોશ લિટલ અને મોહિત શર્મા.
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), મનીષ પાંડે, રિલે રોસો, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, રિપલ પટેલ, કુલદીપ યાદવ, એનરિચ નોર્કિયા અને ઈશાંત શર્મા.

    follow whatsapp

    ADVERTISEMENT