IPL 2023, GT vs MI Qualifier 2 Live Score: શુભમને ઉડાડ્યા રોહિતના હોશ, 233 રનનો વિશાળ સ્કોર
અમદાવાદ : પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL 2023ની ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. આ મેચમાં શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરીને સદી પૂરી કરી…
ADVERTISEMENT
અમદાવાદ : પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL 2023ની ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. આ મેચમાં શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરીને સદી પૂરી કરી છે. આઈપીએલ 2023માં ગિલની આ ત્રીજી સદી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન તેના અંત તરફ આગળ વધી રહી છે. આજે ક્વોલિફાયર-2 મેચ રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઈટન્સ (GT) આમને-સામને છે. આ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. મેચ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. જે હવે બંધ થઈ ગયો છે. વરસાદના કારણે મેચ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ક્વોલિફાયર-1માં 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ રોહિત બ્રિગેડે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 81 રને જીત મેળવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચ સંબંધિત અપડેટ્સ માટે જોડાયેલા રહો…
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ગુજરાતની શરૂઆત સારી રહી હતી. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે મળીને 6.2 ઓવરમાં 54 રનની તોફાની ભાગીદારી કરી હતી. સ્પિનર પીયૂષ ચાવલાએ સાહાને સ્ટમ્પ આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. સાહાએ ત્રણ ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ પડ્યા બાદ શુભમન ગિલ અને સાઈ સુદર્શને જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. આ દરમિયાન ગિલે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અડધી સદી પૂરી કર્યા બાદ ગિલે સિક્સરનો વરસાદ કર્યો હતો. ગિલે આકાશ મધવાલની એક ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. ત્યારબાદ 13મી ઓવરમાં પીયૂષ ચાવલાને જબરદસ્ત હરાવીને તેણે બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. ગિલની તોફાની બેટિંગ ચાલુ રહી અને તેણે કેમરોન ગ્રીનના બોલ પર સિંગલ લઈને પોતાની સદી પૂરી કરી.
ADVERTISEMENT
ગિલે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં આઠ છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા. આઈપીએલ 2023માં ગિલની આ ત્રીજી સદી હતી. અગાઉ ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પણ અડધી સદી ફટકારી હતી.
આ પ્રકારે ગુજરાત ટાઇટન્સની વિકેટો પડી:
પ્રથમ વિકેટ – રિદ્ધિમાન સાહા 18 રન (54/1)
બીજી વિકેટ – શુભમન ગિલ 129 રન (192/1)
ત્રીજી વિકેટ – સાઇ સુદર્શન 43 રન (214/2)
ADVERTISEMENT
પ્લેઓફમાં સૌથી ઝડપી સદી
ઋદ્ધિમાન સાહા (પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ) 49 બોલમાં સદી (2014 ફાઇનલ)
રજત પાટીદાર (RCB વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ) 49 બોલમાં સદી (2022 એલિમિનેર)
શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ) 49 બોલમાં સદી (2023 ક્વોલિફાયર-2)
ADVERTISEMENT
પ્લેઓફમાં સદી ફટકારનારો સૌથી યુવાન ખેલાડી
શુભમન ગિલ આઇપીએલના પ્લેઓફમાં સદી ફડકારનારો સાતમો અને સૌથી યુવાન ખેલાડી છે. ગિલે 23 વર્ષ અને 260 દિવસની ઉંમરમાં આઇપીએલ પ્લેઓફમાં સદી ફટકારી હતી. ગિલે પ્લેઓફમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો મામલે રજત પાટીદાર અને ઋધિમાન સાહા અને પાટીદારની બરાબરી કરી લીધી. સાહા અને પાટીદારે 49-49 રનમાં સદી ફટકારી હતી
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા. પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કુમાર કાર્તિકેય, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જેસન બેહરેનડોર્ફ. બંનેના આવા હેડ ટુ હેડ રેકોર્ડ છે. પરંતુ રોહિતની ટીમ વિજયી રહી હતી. આ સાથે જ એક મેચ ગુજરાત ટાઇટન્સે જીતી હતી. બંને ટીમો વચ્ચે ગત સિઝનમાં પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં મુંબઈનો 5 રને વિજય થયો હતો. ત્યાર બાદ ચાલુ સિઝનમાં પહેલા ગુજરાતે 55 રને જીતનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ મુંબઈએ રિવર્સ મેચમાં 27 રને જીત મેળવી હતી.
ADVERTISEMENT