જય નારાયણ વ્યાસને AAPમાં જોડાવાનું આમંત્રણ: ઇટાલીયાએ કહ્યું, તો સોનામાં સુગંધ ભળે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત ગુજરાતમાં તોડ જોડણી રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતની ચૂંટણીમાં હવે ખરાખરીનો…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત ગુજરાતમાં તોડ જોડણી રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતની ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતની સત્તાનું સિંહાસન મેળવવા ગુજરાત આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભાજપમાંથી નારાજ થઈ રાજીનામું આપનાર નેતા જય નારાયન વ્યાસને આમ આદમી પાર્ટીએ જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
આપમાં જોડાવા આપ્યું આમંત્રણ
ભાજપના દિગ્ગજ નેતા જયનારાયન વ્યાસે પક્ષથી નારાજ થઈ રાજીનામું ધરી દીધું છે ત્યારે હજુ તે સત્તાવાર કોઈ પક્ષમાં જોડાયા નથી. આ દરમિયાન આમાં આદમી પાર્ટીના અધ્યાક્ષ ગોપાલ ઇટલીયાએ આમંત્રણ આપતા કહ્યું કે, જય નારાયણભાઈ વ્યાસ ખૂબ જ પીઢ, તજજ્ઞ અને એકદમ સરળ સ્વભાવના અને રાજનીતિમાં ખૂબ જ ઓછા જોવા મળે એવા સારા વ્યક્તિ છે. વર્ષોથી એમણે લોક સેવા માટે ખાસ કરીને પાણીના પ્રશ્નોની બાબતે તેમનું જે જ્ઞાન છે તેનો લાભ સરકાર અને લોકોને આપ્યો છે.
AAPમાં જોડાય તો સોનામાં સુગંધ ભળે
જયનારાયણભાઈ જેવા પીઢ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં આવે તેવી અમારી લાગણી છે અને ઈચ્છા પણ છે. આજે આ જાહેર મંચના માધ્યમથી હું ફરી એક વખત તેમને વિનંતી કરું છું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય અને અમને સૌને તથા સમગ્ર ગુજરાતને એક પીઢ નેતૃત્વ પૂરું પાડે. જય નારાયણભાઈ જો આમ આદમી પાર્ટીમાં આવે તો સોનામાં સુગંધ ભળે.
ADVERTISEMENT
જય નારાયન વ્યાસ નહીં લડે અપક્ષ માંથી ચૂંટણી
ભાજપથી નારાજ થઈ અને પક્ષ માંથી રજીનામુ આપનાર જય નારાયણ વ્યાસ અપક્ષ માંથી ચૂંટણી નહીં લડે તેણે કહ્યું કે, “હું માત્ર સિદ્ધપુરથી જ ચૂંટણી લડીશ. હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ નહીં પરંતુ ચોક્કસ રાજકીય પક્ષમાં જોડાવા અને સિદ્ધપુરથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરીશ. હું મારા કાર્યકરોની સલાહ લઈશ અને ટૂંક સમયમાં નિર્ણય લઈશ.
ADVERTISEMENT