કેન્દ્ર સરકાર તો ન આવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પહેલવાનોની મદદે, ભારતીય કુસ્તી સંઘની હકાલપટ્ટીની ચીમકી
અમદાવાદ : યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ કુસ્તીબાજોને સમર્થન આપ્યું છે અને એક નિવેદન જારી કરીને સમગ્ર મામલાની તપાસ કરવા જણાવ્યું છે. એમ પણ કહ્યું…
ADVERTISEMENT
અમદાવાદ : યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ કુસ્તીબાજોને સમર્થન આપ્યું છે અને એક નિવેદન જારી કરીને સમગ્ર મામલાની તપાસ કરવા જણાવ્યું છે. એમ પણ કહ્યું કે જો આરોપો સાચા નીકળશે તો WFIને સસ્પેન્ડ કરવામાં આવશે. ખેડૂત નેતા નરેશ ટિકૈતે મંગળવારે પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને પોતાના ચંદ્રકો નદીમાં પ્રવાહીત કરતા અટકાવી દીધા હતા. સરકારને ભારત સરકાર અને કુશ્તી મહાસંઘને પાંચ દિવસનું અલ્ટીમેટ પણ આપી દીધું હતું. બૃજભુષણ શરણસિંહને પાંચ દિવસનો સમય આપ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં હવે યૂનાઇટેડ વર્લ્ડ રેસલિંગ પણ પહેલવાનોનાં સમર્થનમાં આવ્યું છે. આ અંગે હવે અધિકારીક રીતે પોતાનું નિવેદન પણ બહાર પાડ્યું છે.
UWW એ કહ્યું કે, પહેલવાનો સાથે તેમની સ્થિતિ અને સુરક્ષા અંગે પુછપરછ કરવા માટે બેઠક આયોજીત કરવામાં આવશે. તેમની ચિંતાઓની નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ તપાસ માટે અમે સંપુર્ણ સમર્થન આપીશું. UWW, IOA અને WFA ની તદર્થ સમિતીએ આગામી સામાન્ય સભા અંગે પણ માહિતી આપવા માટે અપીલ કરશે. આ ચૂંટણી સભા આયોજીત કરવા માટે શરૂઆતમાં જે 45 દિવસની સમયસીમા નિર્ધારિત કરવામાં આવી હતી, તેનું સન્માન કરવામાં આવશે. જો એવું કરવામાં નિષ્ફળ રહેશે તો UWW દ્વારા મહાસંઘની હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. જેથી એથલીટોને તટસ્થ ધ્વજ હેઠળ પ્રતિસ્પર્ધા કરવા માટે ઉતરવું પડશે. આ સાથે જ UWW એ WFI ને સસ્પેન્ડ કરવા માટેની ધમકીથી હડકંપ મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે પહેલવાનો હરિદ્વારમાં પોતાના મેડલ ગંગા નદીમાં પ્રવાહિત કરવા માટે પહોંચ્યા હતા. જો કે ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ નરેશ ટિકૈતે પ્રદર્શનકારીઓને આવું નહી કરવા માટે મનાવ્યા હતા. ઉપરાંત 5 દિવસનું સરકારને પણ અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે આ અંગે હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. મોદી સરકાર આ અંગે કોઇ પણ અધિકારીક પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. જંતરમંતર પરથી પણ પહેલવાનોને હટાવી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT