BJPમાં આંતરિક વિખવાદ! ટિકિટ કપાતા ધવલસિંહના સમર્થકોએ રેલી કાઢી
બાયડઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઘણા નેતાઓની ટિકિટ કપાઈ…
ADVERTISEMENT
બાયડઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઘણા નેતાઓની ટિકિટ કપાઈ ગઈ છે. તેવામાં અત્યારે બાયડથી ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાઈ હોવાથી તેમના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધવલસિંહ ઝાલાના સમર્થકોએ રેલી કાઢીને આનો વિરોધ કર્યો છે. અત્યારે હજારો સમર્થકોનો બાયડમાં જમાવડો થઈ ગયો છે.
ટિકિટ કપાતા ધવલસિંહના સમર્થકો નારાજ
બાયડથી ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાઈ જતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં બાયડથી હજારોની સંખ્યામાં સમર્થકોનો જમાવડો થઈ ગયો છે. બાયડ અને માલપુરના સમર્થકો દ્વારા રેલી કાઢવામાં આવી છે.
ADVERTISEMENT
અત્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ધવલસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે એવા નારા ગુંજી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભીખીબેન પરમારને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરી દેતા સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
With Input- હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT