દિવાળીની અનોખી ઉજવણી, ગુજરાતમાં આ શહેરમાં એકબીજા પર દેશી ફટાકડા ફેંકી યુદ્ધ ખેલાય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવિયા/અમરેલી: અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે. દિવળીની રાત્રે સળગતા ઈંગોરીયા એકબીજા પર ફેંકીને ઈંગોરીયા યુદ્ધ કરવામાં આવે છે. આ આગના ગોળાઓ એકબીજા પર ફેંકવાની પરંપરા રાજાશાહી વખતથી ચાલી આવે છે. જેમાં રમતવીરો હાથમાં ઈંગોરીયાને સળગાવીને એકબીજા પર ફેંકી મજા લેતા હોય છે.

વર્ષોથી ખેલાય છે ઈંગોરીયા યુદ્ધ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વર્ષોથી ઈંગોરીયા યુદ્ધની રમત રમાય છે. આ ઈંગોરીયા યુદ્ધ સાવર અને કુંડલા વચ્ચે વર્ષો પહેલા રમાતુ પણ હવે એ વિસ્તારોમાં સ્થાપિત થઈ ચૂક્યું છે ને બે વર્ષથી કોરોનાના કપરા કાળ વચ્ચે ઈંગોરીયા યુદ્ધ બંધ હતું. પણ આ વર્ષે સાવરકુંડલા વાસીઓએ બે વર્ષની કસર પુરી કરી હોય તેમ એકબીજા પર પૂરબહારમાં ઈંગોરીયા ફેંકીને દિવાળીની મજા માણી હતી. દિવાળીની રંગીન રાતો આ માત્રને માત્ર સાવરકુંડલાના રણમેદાનમાં ખેલાય છે.

ADVERTISEMENT

આજ સુધી કોઈ આ યુદ્ધમાં દાજતું નથી
જ્યારે આ ઈંગોરીયા એટલે આગના ગોળાઓ હાથમાં રાખીને એકબીજા પર ફેંકીને પ્રતિસ્પર્ધીને પીછે હટ કરવા ફેંકવામાં આવે છે ને આ ઈંગોરીયા યુદ્ધમાં આજદિન સુધી ક્યારેય કોઈ દાજતું નથી કે કોઈ પણ પ્રકારની ઇજાઓ થતી નથી. છતાં પાલિકા તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ રાખે છે. પોલીસ તંત્ર પણ ખડેપગે ઈંગોરીયા રમતવીરોને રમત રમવા સાથ આપે છે, જેથી રમતવીરોનો ઉત્સાહ બેવડાઈ જાય છે. રાજશાહી વખતથી આ ઈંગોરીયા રમવાની પરંપરા આજે પણ એટલા જ હર્ષો ઉલ્લાસથી સવારકુંડલામાં ખેલાઈ છે ને હવે આ રમત દેવળાગેઇટ વિસ્તારથી ગાંધી ચોક સુધી રમાય છે ને પોલીસ તંત્ર આ રમત રમતા રમતવીરો વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પુરી પાડે છે.

ADVERTISEMENT

3-3 પેઢીથી ઈંગોરીયા યુદ્ધ રમવા આવે છે લોકો
ઈંગોરીયા રમતવીર પ્રવીણ સાવજે કહ્યું કે, આજની હું આ ત્રીજી પેઢીએ રમત જોવા આવું છું. અને સાવરકુંડલાની અંદર સાવર અને કુંડલા વિભાગના લોકો સામ સામે ઈંગોરિયાના કોકડા ફેંકે છે અને મજા માણે છે. આમા કોઈને કાંઈપણ થાય તો કોઈ જાતની પોલીસ ફરિયાદ થતી નથી અને બધા મળીને રહે છે. આજે મારા 47 વર્ષ થયા છે, હું ઘણા સમયથી આ રમત રમવા આવું છું, મારા પપ્પા પણ આ રમત રમવા આવતા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT