ગુજરાતની જનતાને વધુ એકવાર મોંઘવારીનો માર, ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો કર્યો વધારો
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીના એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. મોંઘવારી લોકોનો પીછો છોડતી નથી. શાકભાજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીના એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. મોંઘવારી લોકોનો પીછો છોડતી નથી. શાકભાજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો કમરતોડ ભાવ સામે હાલમાં ફરી એકવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે. ચૂંટણી પૂર્ણ થયાને 1 મહિનો પણ નથી થયો ત્યાં આજે ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે.
આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે. ગુજરાતમાં આ વધેલા ભાવ આજથી અમલમાં આવી જશે.આ વધેલા ભાવ ગુજરાતમાં અમલી બન્યા છે.ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.
CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો
ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ સાથે ગુજરાત ગેસે પણ PNGના ભાવમાં વધારો કર્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. ગુજરાત ગેસનો PNG ભાવ ઘટીને રૂ. 50.43 પ્રતિ SCM થયો છે. તેમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ઔદ્યોગિક ગેસના ભાવમાં રાહત
એક તરફ ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે બીજી તરફ ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM પર રુપિયા 7નો ઘટાડો કર્યો છે. CNG-PNG અને ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.
ADVERTISEMENT