‘AAPમાં કમલમમાંથી ઉમેદવારોનું લિસ્ટ આવે છે’, કોંગ્રેસમાં જતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુનો ધડાકો
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે ગરમા ગરમી જોવા મળી રહી છે. ગઈકાલે જ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. જે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે ગરમા ગરમી જોવા મળી રહી છે. ગઈકાલે જ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. જે બાદ ગોપાલ ઈટાલિયાએ તેમના પર CM પદની માગણી કરવાની તથા પોતાના 15 માણસો માટે ટિકિટ માગી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આરોપોનો જવાબ આપ્યો, સાથે જ AAP પર ગંભીર આરોપો લગાવ્યા છે.
કોંગ્રેસમાં જોડાતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુના AAP પર પ્રહાર
કોંગ્રેસમાં જોડાતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું, AAPએ આરોપ લગાવ્યો કે હું CM બનવા માગતો હતો અને 15 ટિકિટ માગતો હતો તે ખોટું છે. 6 મહિનાથી તેમનો CM ફેસ નક્કી હતો. લોકોને પૂછીને નહીં. એ નક્કી હતું અને એ જ બતાવ્યું. અને જે 15 ટિકિટ હું માગી રહ્યો હતો તે મારી નહોતો માગતો, જ્યાં AAPના મજબૂત લોકો હતા તેમને છોડીને જે ભાજપને ઉપયોગમાં આવી શકે તેમને ટિકિટ અપાઈ ત્યાં મેં મારું સ્ટેન્ડ લીધી હતું. કારણ કે હું ભાજપને હરાવવા AAPમાં ગયો હતો કોંગેસને નહીં. મને કહેવામાં આવ્યું કે છોડો, કમલમથી લિસ્ટ આવે છે, આવું કરવું પડે છે.
પંજાબથી વિમાનમાં પૈસા આવતા હોવાનો આક્ષેપ
તેમણે આગળ કહ્યું, બીજી વાત મેં એટલા માટે પાર્ટી છોડી કે, આ લોકો બોલે છે કે તેઓ કરપ્શન નથી કરતા. પણ મેં મારી આંખેથી જોયું કે આટલા બધા પૈસા ક્યાંથી આવે છે? જો કરપ્શન નથી થતું તો આટલા પૈસા ક્યાંથી આવે છે? મેં જોયું કે બહુ બધા પૈસા આવ્યા, કેટલા હતા અંદર એ ખબર નહીં. મેં પૂછી પણ લીધું કે ક્યાંથી પૈસા આવ્યા, 1લી ઓક્ટોબરે જ્યારે બંને સીએમ આવ્યા, ત્યારે રાજકોટ આવ્યા હતા. તો મેં પૂછી લીધું ક્યાંથી પૈસા આવ્યા તો ઈશારામાં ઉપર હાથ કરી દીધો. તો આ કેવી રીતે લોકોને બેવકુફ બનાવનારી પાર્ટી છે. એટલે જ હું કોંગ્રેસમાં આવી ગયો.
ADVERTISEMENT
ADVERTISEMENT