ફુટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ભડકી ઉઠી, 127 લોકોના મોત નીપજ્યા
ઈન્ડોનેશિયાઃ શનિવારે ફૂટબોલ મેચ દરમિયાન ઈન્ડોનેશિયામાં થયેલી હિંસામાં 127 જેટલા લોકોના મોત નીપજ્યા છે. આ ઘટના ઈસ્ટ જાવાના મલંગ રિજન્સીના કંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. મીડિયા…
ADVERTISEMENT
ઈન્ડોનેશિયાઃ શનિવારે ફૂટબોલ મેચ દરમિયાન ઈન્ડોનેશિયામાં થયેલી હિંસામાં 127 જેટલા લોકોના મોત નીપજ્યા છે. આ ઘટના ઈસ્ટ જાવાના મલંગ રિજન્સીના કંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. આ દરમિયાન અરેમાની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા અને ત્યારપછી સ્થિતિ બેકાબૂ બની જતા હિંસા ભડકી ઉઠી હતી.
BREAKING: Over 100 people were killed and 200 injured in a riot at a football stadium in Malang Indonesia, authorities said. #news #BreakingNews #Newsnight #NewsUpdate #NewsBreak #soccer #Indonesia #malang#AremavsPersebaya#arema #Kanjuruhan #bonekjancok #football pic.twitter.com/SXhCPfTId9
— That Guy Shane (@ProfanityNewz) October 1, 2022
બે પોલીસ અધિકારીઓના પણ મોત
ફુટબોલ સ્ટેડિયમમાં હિંસા ભડકી ઉઠતા મોટી સંખ્યામાં લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે લોકો મેદાનમાં ઘૂસી ગયા અને સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવા લાગ્યા હતા. તે જ સમયે, પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવા પડી રહ્યા હતા.
ADVERTISEMENT
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે લોકોના મોત પાછળનું કારણ હુમલાઓ, નાસભાગ અને ગૂંગળામણ છે. સ્ટેડિયમમાં આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બે પોલીસ અધિકારીઓના પણ મોત નીપજ્યા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂર્વ જાવાના પોલીસ અધિકારી નિકો અફિન્ટાએ મીડિયાને જણાવ્યું હતું કે સ્ટેડિયમની અંદર 34 લોકોના મોત થયા હતા અને બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
ADVERTISEMENT