ઈન્ડિયન પેસરનો બોલ વાગતા બાંગ્લાદેશી બેટરને આવ્યા તમ્મર, બે ઘડી સંભળાતું બંધ થયું? જાણો એ ઓવર વિશે…
બાંગ્લાદેશઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મીરપુર ખાતે બીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી, જોકે આ…
ADVERTISEMENT
બાંગ્લાદેશઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મીરપુર ખાતે બીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી, જોકે આ નિર્ણય તેમના માટે ખોટો સાબિત થયો હતો. કારણ કે ઈન્ડિયન ટીમના બોલર્સના તરખાટ સામે બાંગ્લાદેશી બેટર મુશ્કેલીમાં મુકાયા હતા. તેમાં ઉમરાન મલિકે પોતાની ફાસ્ટ બોલિંગથી બાંગ્લાદેશી બેટરને મુશ્કેલ સવાલ પૂછ્યા હતા. ત્યારે ઉમરાનનો એક બોલ બાંગ્લાદેશના બેટર શાકિબને હેલ્મેટ પર વાગતા જોવાજેવી થઈ હતી. ચલો આ ઓવરના પ્રત્યેક બોલ પર શું થયું એના વિશે જાણીએ…
શાકિબને 2 વાર બોલ વાગ્યો…
પોતાની ધારદાર બોલિંગથી ઈન્ડિયન ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બાંગ્લાદેશના શાકિબ અલ હસનને મુશ્કેલીમાં મુકી દીધો હતો. ઉમરાનની ઓવરમાં શાકિબ તેની પેસને ઓળખી ન શક્યો અને તેની સામે યોગ્ય ટાઈમિંગ પણ કરી નહોતો શક્યો. એટલું જ નહીં ઉમરાન મલિકના તીખા બાઉન્સરથી શાકિબ ઘુંટણીયે પડી ગયો હતો. આ દરમિયાન બે વાર તો તેને બોલ વાગતા થોડી ઘણી ઈજા પણ પહોંચી હતી.
ADVERTISEMENT
શાકિબને હેલ્મેટ પર બોલ વાગતા સાંભળવામાં તકલીફ થઈ?
ઉમરાન મલિકની ઓવરનો છેલ્લો બોલ બાંગ્લાદેશના બેટર શાકિબ અલ હસનના હેલ્મેટ પર વાગ્યો હતો. આના કારણે તેને હેલ્મેટ ઉતારી લીધું અને બે ઘડી કાન પર અંગુઠો ફેરવવા લાગ્યો હતો. ત્યારે ભારતીય ટીમના ખેલાડી કે.એલ.રાહુલ અને ઉમરાન મલિક પણ દોડીને તેની પાસે આવી ગયા હતા. ઉમરાનનો બોલ શાકિબને કાન પાસે હેલ્મેટના કોર્નરમાં વાગ્યો હતો. ઈજા પછી તે કાન પાસે હાથ ફેરવતો પણ નજરે આવ્યો હતો. જેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેને બે ઘડી કાનમાં ધાક પડી ગઈ હશે અથવા સુન્ન થઈ ગયા હશે.
જોકે ત્યારપછી ફિઝિયો મેદાનમાં આવી ગયા અને શાકિબ સાથે ચર્ચા કરવા લાગ્યા હતા. સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ.
ADVERTISEMENT
𝑻𝒐𝒐 𝑭𝒂𝒔𝒕 𝑻𝒐𝒐 𝑭𝒖𝒓𝒊𝒐𝒖𝒔 🔥
Umran Malik announced himself to the Bangladeshi batters with a sizzling 1️⃣st over that left even the experienced Shakib Al Hasan all over the place 🥵💨
Rate this first over in 1️⃣ word.#SonySportsNetwork #UmranMalik #BANvIND #AsliSher pic.twitter.com/1MGjybZ2lR
— Sony Sports Network (@SonySportsNetwk) December 7, 2022
ADVERTISEMENT
ઉમરાન મલિકની આક્રમક ઓવર…
- 11.1 – એકપણ રન નહીં
- 11.2 – શાકિબ બોલ છોડવા ગયો પરંતુ જજમેન્ટ બરાબર ન આવ્યું, બોલ સીધો તેને કમર પર વાગ્યો. તેણે પીડા થઈ હતી
- 11.3 – બાઉન્સર બોલને છોડવા જતા શાકિબે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું. તે લગભગ ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો.
- 11.4 – એકપણ રન નહીં
- 11.5 – 147 KMPH સ્પિડના બોલને શાકિબ કવર તરફ મારવા ગયો. એકપણ રન ન મળ્યો
- 11.6 – ઉમરાન મલિકનો એ બોલ સીધો શાકિબના હેલ્મેટ પર વાગ્યો. તેના કાન પાસે હેલ્મેટના કોર્નર પર બોલ વાગ્યો. શાકિબે હેલ્મેટ ઉતારીને કાન પર અંગુઠો ફેરવ્યો. ઉમરાન અને કે.એલ.રાહુલ તેની પાસે આવી ગયા. ફિઝિયો પણ દોડતો દોડતો મેદાનમાં આવ્યો.
ADVERTISEMENT