ચીન બોર્ડર પાસે ઈન્ડિયન એરફોર્સની તડામાર તૈયારી! જાણો કેમ ફાઈટર જેટ તથા હેલિકોપ્ટર ડ્રોન મોકલાયા..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ હવે આર્મીથી લઈને એરફોર્સ એલર્ટ પર છે. ભારતીય વાયુસેના આગામી 48 કલાકમાં ચીનની સરહદ પાસે આવેલા ચાર એરબેઝ પર એક મોટો સૈન્ય અભ્યાસ કરવા જઈ રહી છે. આ કવાયતમાં વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોન સામેલ થશે. આ યુદ્ધાભ્યાસ એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સના આધારે આ સૈન્ય યુદ્ધાભ્યાસ 15 અને 16 ડિસેમ્બરે ચીનની બોર્ડર પાસે યોજાશે. જે ચાર એરબેઝ પર વાયુસેનાનો આ યુદ્ધાભ્યાસ યોજાશે તેમાં તેજપુર, ચાબુઆ, જોરહાટ અને હાશિમારાનો સમાવેશ થાય છે.

તવાંગ ઘર્ષણ સાથે કઈ કનેક્શન?
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સે નજીક 9 ડિસેમ્બરે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આવા સમયે ભારતીય વાયુસેનાના આ યુદ્ધાભ્યાસને તવાંગમાં થયેલી અથડામણ સાથે પણ જોડવામાં આવી રહી છે. જોકે, વાયુસેનાનું કહેવું છે કે આ એક નિયમિત યુદ્ધાભ્યાસની કવાયત છે અને તેની અગાઉથી જ તારીખ નોંધી લેવામાં આવી હતી. આને તવાંગમાં થયેલા ઘર્ષણ સાથે કોઈ સંબંધ નથી.

આ યુદ્ધાભ્યાસ કવાયતનો હેતુ પૂર્વીય ક્ષેત્રમાં તેની કામગીરી અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે.

ADVERTISEMENT

9 ડિસેમ્બરે ચીની સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આ ગૃહને અરુણાચલમાં તવાંગમાં થયેલી ઘટના વિશે અવગત કરાવવા ઈચ્છું છું. 9 ડિસેમ્બર 2022એ PLA જવાનોએ અતિક્રમણ કરીને યથાશક્તિને બદલવાનો પ્રયાસ કર્યો. આપણી સેનાએ દ્રઢતા પૂર્વક તેમનો સામનો કર્યો. આ ઘટનામાં મારામારી થઈ. ભારતીય સેનાએ ચીનના સૈનિકોને અતિક્રમણ કરતા રોક્યા અને તેમને પોતાની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન આપણી સેનાના કોઈ જવાન શહીદ નથી થયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ નથી થયા. આ ઘટના બાદ સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બર 2022એ પોતાના ચીની સમકક્ષ સાથે ફ્લેહ મીટિંગ કરી અને આ ઘટના પર ચર્ચા કરી. ચીની પક્ષ સાથે સરહદ પર શાંતિ બનાવી રાખવા કહેવાયું.

    follow whatsapp

    ADVERTISEMENT