INDvsAUS: ભારતે 3 દિવસમાં જીતી નાગપુર ટેસ્ટ, અશ્વિન-જાડેજા સામે ઓસ્ટ્રેલિયાના બેટરનું સરેન્ડર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નાગપુર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ કાંગારૂ ટીમને ભારતીય સ્પીનર્સે ધૂળ ચાટતા કરી દીધા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં 132 રન અને ઈનિંગ્સથી જીત મેળવીને ભારતે 4 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જ્યારે ભારતીય ટીમે પહેલી ઈનિંગ્સમાં 400 રન બનાવવા સાથે 223 રનની લીડ મેળવી હતી.

અશ્વિને બીજી ઈનિંગ્સમાં લીધી 5 વિકેટ
બીજી ઈનિંગ્સમાં રવિચંદ્રન અશ્વિનની ફિરકીનો કમાલ જોવા મળ્યો. અશ્વિને પોતાની 12 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી. જ્યારે મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને 2-2 અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ એક છેડે ટકી રહ્યો, પરંતુ સામેની બાજુ કોઈ બેટરે તેનો સાથ ન આપ્યો.

અક્ષરે ટીમનો સ્કોર 400એ પહોંચાડ્યો.
આ પહેલા મેચના ત્રીજા દિવસના પહેલા સેશનમાં અક્ષર પટેલના 84 અને મોહમ્મદ શમીના 37 રનોની મદદથી ભારતે 400 રનનો સ્કોર કર્યો હતો. અક્ષર અને શમીએ નવમી વિકેટ માટે 52 રનની પાર્ટનરશીપ કરી. ભારતે બીજા દિવસના સ્કોર 7 વિકેટે 321 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.

ADVERTISEMENT

આગામી ટેસ્ટ દિલ્હીમાં રમાશે
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં 4 ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર સીરિઝ રમવા માટે આવી છે. જેમાં પ્રથમ ટેસ્ટ ભારતે જીતી લીધી છે. આ બાદ બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાશે. ત્રીજી ટેસ્ટ ધર્મશાળામાં અને ચોથી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT