લેપટોપ ઉત્પાદનમાં ભારત બનશે આત્મનિર્ભર; ભવિષ્યમાં 50થી 60 ટકા સુધી ભાવ ઘટવાની સંભાવના

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ લેપટોપના રેટ ભારતમાં સતત વધેલા જોવા મળ્યા હતા. એનું મુખ્ય કારણ સેમિકન્ડક્ટર ચીપની વૈશ્વિક અછત હોવાનું સામે આવ્યું હતું. આના કારણે ભારતમાં જે પણ લેપટોપ લોન્ચ થયા હતા એમાં સરેરાશ કિંમત કાઢવા જઈએ તો એ 60 હજાર રૂપિયાને પાર થઈ ગઈ હતી. જોકે મોંઘા ઈલેક્ટ્રોનિક્સના ખરીદના ભાવમાં કોઈ ઘટાડો નોંધાયો નહોતો. જોકે હવે ઈન્ડિયન માર્કેટની વાત કરીએ તો આગામી સમયમાં બજાર ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. તેવામાં હવે ગુજરાતની અંદર લેપટોપને લગતા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત થતા લેપટોપની કિંમતમાં મોટાપાયે ઘટાડો નોંધાઈ શકે છે.

લેપટોપના ભાવમાં ધરખમ ઘટાડો કેમ થશે?
લેપટોપના મોટાભાગના પાર્ટ્સ હવે ભારતની અંદર જ નિર્માણ પામશે. જેના કારણે પહેલા જે સાઉથ કોરિયા અને તાઈવાનમાં પાર્ટ્સ બનતા હતા એનું નિર્માણ ઈન્ડિયામાં થશે. એટલું જ નહીં ગુજરાત રાજ્યમાં વેદાંતા-ફોક્સકોન પ્લાન્ટની સ્થાપના થશે. આ પ્લાન્ટ 1.54 લાખ કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતમાં સ્થાપિત થશે. જે સેમિકન્ડક્ટર અને ગ્લાસનું નિર્માણ કરશે. વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે CNBC TV 18 સાથેની વાતચીતમાં લેપટોપના ભાવ ઘટી શકે છે એની આગાહી કરી હતી. આ કંપનીમાં સંયુક્ત રીતે તાઈવાઈન ઈલેક્ટ્રોનિક્સ પાવરહાઉસ ફોક્સકોનનો 38 ટકા ભાગ હશે.

GDPમાં વધારો કરવા ચીન પરની નિર્ભરતા ઘટાડવી પડશે
ગુજરાતમાં આ સુવિધા લગભગ 2 વર્ષના સમયગાળા સુધીમાં મળી રહેશે. આ દરમિયાન કંપનીને બિઝનેસમાંથી 3.5 બિલિયન ડોલરનું ટર્નઓવર થઈ શકે છે. જોકે આ દરમિયાન નિકાસનો દર પણ વધશે. જેથી આ રેટ 1 બિલિયન ડોલર સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે ભારત દેશ અત્યારે સેમિકન્ડક્ટરની આયાત માટે અન્ય દેશો પર જ નિર્ભર છે. 100 ટકા સુધીની આયાત ભારતને કરવી પડે છે. જેના કારણએ ગત વર્ષની વાત કરીએ તો દેશે ચીન પાસેથી 37 ટકા સેમિકન્ડક્ટર ખરીદ્યા હતા. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને SBIના અહેવાલ પ્રમાણે જોવા જઈએ તો ચીન પર ભારત 20 ટકા પણ ઓછુ નિર્ભર રહે તો GDPમાં 8 બિલિયન ડોલરનો વધારો થઈ શકે છે.

ADVERTISEMENT

  • ભારત હવે જે પ્રમાણે આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે એને જોતા ભવિષ્યમાં માઈક્રોચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા વધતા ટેક ક્ષેત્રે જંગી ફેરફાર થઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT