ભારત સામે હાર પછી પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં શું થયું? બાબરનો વીડિયો વાઈરલ થતા થઈ જોવાજેવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ/ અમદાવાદઃ T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ કારમી હાર પછી પાકિસ્તાની ટીમ બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે. તેવામાં સ્પષ્ટપણે તેમની પ્રતિક્રિયાઓથી લાગી રહ્યું હતું કે તેઓ નિરાશ થઈ ગયા છે. આ વચ્ચે બાબર આઝમે હાર પછી ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓની ક્લાસ લીધી હતી. આ દરમિયાન તેણે મેચના ટર્નિંગ પોઈન્ટથી લઈ મોટિવેશનલ સ્પીચ પણ આપી હતી. ચલો આપણે વાઈરલ થયેલા આ વીડિયો પર નજર કરીએ…

આપણે બધા હાર્યા, કોઈના પર આંગળીના ઉઠાવો
બાબર આઝમે મેચ હારી ગયા પછી કહ્યું કે આપણે સારા એફર્ટ આપ્યા છે. આ જ આપણા હાથમાં હતા. જોકે આ દરમિયાન આપણે ઘણી ભૂલો પણ કરી છે. એનાથી સીખ મેળવવાની હોય છે, ક્યારેય નિરાશ થવાની જરૂર નથી. હવે આ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે. હજુ ઘણી મેચો બાકી છે અને આ એક મેચ હારી જવાથી કઈ થતું નથી. હું ફરીથી કહું છું કે આ મેચ આપણે કોઈ એક ખેલાડીના કારણે હાર્યા નથી. આખી ટીમની હાર થઈ છે. કોઈના પર પણ આંગળી ઉઠાવવી યોગ્ય નથી. આપણે જે જે ભૂલ કરી છે એને સુધારવી પડશે.

ADVERTISEMENT

મેચને અંત સુધી ખેંચી ગયા..આ શાનદાર રહ્યું…
બાબર આઝમે મોહમ્મદ નવાઝને કહ્યું કે ખાસ કરીને હું આ સંદેશ નવાઝને સંબોધીને આપવા માગુ છું. તું મેચ વિનર છે કોઈ વધારે વિચારવાની જરૂર નથી. મને તારા પર વિશ્વાસ છે ભલે કંઈપણ થઈ જાય. તું મેચને ઘણી ક્લોઝ લઈને ગયો છે. આપણે હવે એફર્ટ આપતા રહેવાનું છે.

નવાઝના નો બોલથી બાજી પલટાઈ
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. તેવામાં બાબરે નવાઝને ઓવર ફેંકવા માટે આપી હતી. તેમાંથી એક તો હાઈટના કારણે નો બોલ જતો રહ્યો હતો. જોકે છેલ્લી ઓવરમાં નવાઝે 2 વિકેટ પણ લીધી હતી. પરંતુ આ દરમિયાન નો બોલ ફેંકાયો એને બાજી પલટાવી દીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

કિંગ કોહલીની ઈનિંગ્સ જે વર્ષો સુધી યાદ રહેશે
ભારતે પાકિસ્તાનને સુપર-12 રાઉન્ડની પહેલી મેચમાં ચાર વિકેટથી હરાવી દીધું છે. તેવામાં છેલ્લા બોલ સુધી રહેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલીના યોગદાન અને અશ્વિનના એ માસ્ટર સ્ટ્રોકથી ભારતીય ટીમે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. ભારતે 4 વિકેટથી મેચ જીતી વર્લ્ડ કપ જીતવાની દાવેદારી નોંધાવીને જોરદાર ગર્જના કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન સ્પષ્ટપણે ટીમ વર્ક જોવા મળ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT