IND vs NZ Semi Final 2023: છવાઈ ગયા મોહમ્મદ શમી…7 વિકેટ લઈને તોડી ન્યૂઝીલેન્ડની કમર, બનાવ્યો આ ગજબનો રેકોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs New Zealand Semi Final: ભારત ICC વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પહોંચી ગયું છે. બુધવારે રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું. આ શાનદાર મેચમાં ભારતીય બેટ્સમેનોની સાથે બોલરોનો પણ જલવો જોવા મળ્યો.

57 રન આપીને લીધી 7 વિકેટ

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતના ટોચના બોલર મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લઈને ફરી એકવાર પોતાનો જાદુ દેખાડ્યો. આ સાથે તેમણે વર્લ્ડ કપની આ મેચમાં એક શાનદાર રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ADVERTISEMENT

50 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર

મોહમ્મદ શમીએ આ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત 5-5 વિકેટ લઈને વનડે વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી લીધી છે. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય બોલર બની ગયા છે. મોહમ્મદ શમીએ માત્ર 17 વર્લ્ડ કપ વનડે રમીને 51 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે આ ચોથી વખત છે જ્યારે શમીએ વર્લ્ડ કપ વનડેમાં 5 વિકેટ લીધી હોય.

ADVERTISEMENT

શમીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયા

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઈનલમાં જબરદસ્ત પ્રદર્શન માટે મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, મને જે જવાબદારી આપવામાં આવે છે, તે મારા મગજમાં રહે છે અને હું તેના પર સંપૂર્ણ ધ્યાન આપું છું. પહેલો કેચ જે મિસ થયો હતો તે ખૂબ જ ખરાબ લાગ્યો, કારણ કે તે મિસ ન થવો જોઈતો હતો. ઘાસ ટૂંકું હતું તેથી બોલિંગ સારી હતી. જોકે, રન સમાન રીતે બની રહ્યા હતા.

ADVERTISEMENT

ભારતે 397 રનનો આપ્યો હતો ટાર્ગેટ

વાસ્તવમાં સેમીફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 397 રનનો પહાડ જેવો સ્કોર રાખ્યો હતો. મોહમ્મદ શમીએ શરૂઆતની બંને વિકેટ લઈને ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેમણે અનુક્રમે છઠ્ઠી અને આઠમી ઓવરમાં ક્રમશઃ ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રની વિકેટ લીધી હતી. આ પછી 33મી ઓવરમાં કેન વિલિયમસન અને ટોમ લાથમને પેવેલિયન મોકલી દીધા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT