INDvsAUS WTC ફાઈનલ: ભારત પાસે 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાની તક, આજથી ઓવલમાં કાંટાની ટક્કર
લંડન: જુસ્સાથી ભરેલી ટીમ, ટીમ ઈન્ડિયા આજ (7 મે)થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઉતરશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમની નજર ICC…
ADVERTISEMENT
લંડન: જુસ્સાથી ભરેલી ટીમ, ટીમ ઈન્ડિયા આજ (7 મે)થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઉતરશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમની નજર ICC ટ્રોફીના એક દાયકાના દુ્ષ્કાળને ખતમ કરવા પર રહેશે. આ મેચ લંડનના ધ ઓવલ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યે શરૂ થશે.
WTCની છેલ્લી બે સિઝનમાં ભારત સૌથી વધુ નિરંતર પ્રદર્શન કરનારી ટીમ રહી છે અને છેલ્લા 10 વર્ષમાં લગભગ તમામ મોટા વાઈટ બોલ ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પહોંચવામાં સફળ રહ્યું છે, પરંતુ હજુ સુધી ટાઈટલ જીતી શક્યું નથી.
ભારતે છેલ્લું ICC ટાઇટલ 2013માં જીત્યું હતું
ભારતે છેલ્લું ICC ટાઇટલ 2013માં ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જીત્યું હતું. આ પછી ભારતને ત્રણ વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટીમ ચાર વખત સેમિફાઇનલમાં હારી હતી. ટીમ 2021 T20 વર્લ્ડ કપના પ્રારંભિક તબક્કામાંથી બહાર હતી.
ADVERTISEMENT
વર્તમાન WTC સિઝનની 6 શ્રેણીમાંથી, ભારત દક્ષિણ આફ્રિકામાં એકમાત્ર શ્રેણી હારી ગયું, જે પછી વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી અને રોહિત શર્માને ટીમના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી. ભારતીય ટીમ ઘરઆંગણે અજેય રહી હતી. ઈંગ્લેન્ડમાં કપરી શ્રેણી ડ્રો કરી અને બાંગ્લાદેશમાં મુશ્કેલીમાં હોવા છતાં જીત મેળવી.
The Captains 👍
The Championship Mace 👌
The Big Battle 💪All In Readiness for the #WTC23#TeamIndia pic.twitter.com/Ep10vb2aj5
— BCCI (@BCCI) June 6, 2023
ADVERTISEMENT
ઓવલમાં પરિણામ ગમે તે હોય, મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો ટીમ પ્રત્યેનો અભિગમ બદલાશે નહીં. દ્રવિડે ફાઈનલ પહેલા કહ્યું, ‘તમે આને બે વર્ષના કામના અંત તરીકે જુઓ છો. તે સફળતા હાંસલ કરવાની પ્રક્રિયાનો અંત છે જે તમને અહીં લાવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવી, અહીં ડ્રો કરવી, આ ટીમ છેલ્લા પાંચ-છ વર્ષમાં જ્યાં પણ રમી છે ત્યાં અત્યંત સ્પર્ધાત્મક રહી. મને લાગે છે કે આ વસ્તુઓ ક્યારેય બદલાશે નહીં, પછી ભલે તમે ICC ટાઇટલ જીતો કે નહીં.
ADVERTISEMENT
ભારતે બે વર્ષ પહેલા સાઉથમ્પ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની સ્થિતિને અવગણીને બે સ્પિનરોને રમાડ્યા હતા, પરંતુ નિર્ણયનો ઉલટફેર થયો હતો. ઓવલ તેના 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત જૂનમાં ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે. ભારત રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સ્પિન જોડી રમવા માટે ઉત્સુક હશે પરંતુ ઈંગ્લેન્ડમાં ઉનાળો છે અને નવી પિચો પર ચોથો ઝડપી બોલર વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.
ઈશાન કે ભરત, કોને મળશે ટીમમાં તક?
વિકેટકીપર રિષભ પંતની ગેરહાજરીમાં, ભારતીય ટીમ મેનેજમેન્ટે નક્કી કરવું પડશે કે તેને ઈશાન કિશનના રૂપમાં ‘એક્સ ફેક્ટર’ (મેચ-ચેન્જર)ની જરૂર છે કે કેએસ ભરતના રૂપમાં વધુ વિશ્વસનીય વિકેટકીપરની.
ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનું રમવું નિશ્ચિત છે, જ્યારે અનુભવી ઉમેશ યાદવ અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ત્રીજા વિકલ્પ તરીકે રહ્યા છે. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ બે મહિના સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમ્યા બાદ અહીં આવ્યા છે અને તેમને અંગ્રેજી પરિસ્થિતિઓમાં ટ્રેનિંગ માટે માત્ર એક સપ્તાહનો સમય મળ્યો છે.
📽️ Oval Diaries ft. #TeamIndia 🏏#WTC23 pic.twitter.com/KM4fL8DgKj
— BCCI (@BCCI) June 6, 2023
હાલના સમયમાં ખેલાડીઓ પાસેથી વિવિધ ફોર્મેટમાં એડજસ્ટ થવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમવું ક્યારેય સરળ નથી. પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડ જેવા ઝડપી બોલરોનો સામનો કરવો ભારતીય બેટ્સમેનો માટે આસાન નહીં હોય.
પુજારા અને રહાણેની જોડી ફરી ટીમમાં જોવા મળશે
આ મેચને’અલ્ટિમેટ ટેસ્ટ’ કહેવામાં આવી રહી છે અને મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ સિવાય શુભમન ગિલ જેવા ઉભરતા સ્ટારની કસોટી થશે. ચેતેશ્વર પુજારા આ મેચમાં કાઉન્ટી ક્રિકેટના સારા ફોર્મનું પુનરાવર્તન કરવા ઈચ્છશે, જ્યારે અજિંક્ય રહાણે વાપસી વખતે સારું પ્રદર્શન કરવા આતુર હશે.
ભારતીય ટીમની જેમ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મેચ ફીટ થવાની વધુ તક મળી નથી, પરંતુ તેઓ મેચમાં નવેસરથી ઉતરશે. ટીમના માત્ર ત્રણ ખેલાડીઓ IPLમાં રમ્યા હતા, જ્યારે માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ કાઉન્ટી ટીમનો ભાગ હતા. પેટ કમિન્સ જેવા ખેલાડીઓએ ઘરે જ તૈયારી કરવાનું પસંદ કર્યું.
The Honourable High Commissioner of India in London, Mr. Vikram Doraiswami met #TeamIndia Captain @ImRo45 and Head Coach Rahul Dravid at The Oval 👌👌#WTC23 | @VDoraiswami | @HCI_London pic.twitter.com/t2HPpQbu8Z
— BCCI (@BCCI) June 5, 2023
બંને ટીમોની ઓપનિંગ જોડી ઘણી મહત્વની રહેશે
મેચનું પરિણામ મોટાભાગે બંને ટીમોના ટોપ ઓર્ડર ગુણવત્તાયુક્ત ઝડપી બોલિંગ સામે કેવું પ્રદર્શન કરે છે તેના પર નિર્ભર રહેશે. ઓસ્ટ્રેલિયાને ઓપનર ઉસ્માન ખ્વાજા પાસેથી ઘણી આશાઓ છે, જ્યારે ડેવિડ વોર્નર તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં પોતાની છાપ છોડવા માંગશે.
આ ગ્રાઉન્ડ પર સ્મિથની એવરેજ 100ની છે અને જો ભારતે મેચને પકડી રાખવી હશે તો તેને વહેલું આઉટ થવું પડશે. અનુભવી ઑફ-સ્પિનર નાથન લિયોન વિપક્ષી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવાની ક્ષમતા ધરાવે છે, પછી ભલે તે પિચ ગમે તે રીતે રમે, જ્યારે કેમેરોન ગ્રીનની ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા પણ નિર્ણાયક હશે.
બંને ટીમો આ પ્રમાણે છે-
ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (સી), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, જોશ ઈંગ્લિસ, ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર .
રિઝર્વ ખેલાડીઓ: મિશેલ માર્શ અને મેટ રેનશો.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ઈશાન કિશન, ચેતેશ્વર પૂજારા, અક્ષર પટેલ, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને ઉમેશ યાદવ.
રિઝર્વ ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવ.
ADVERTISEMENT