'ભારતના બહિષ્કારથી અમારા ટુરિઝમની સ્થિતિ ખરાબ', Maldives ના પૂર્વ રાષ્ટ્રપતિએ માંગી માફી

ADVERTISEMENT

India-Maldives:
માલદીવની શાન ઠેકાણે આવી!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મોહમ્મદ નશીદે ભારતના બહિષ્કાર અંગે ચિંતા વ્યક્ત કરી

point

'ભારતના એલાનથી દેશના પ્રવાસન પર અસર પડી'

point

મોહમ્મદ નશીદે ભારતીયોની માફી પણ માંગી

India-Maldives: માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતના બહિષ્કાર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનાથી દેશના પ્રવાસન પર અસર પડી છે. મોહમ્મદ નશીદે માલદીવના લોકો વતી ભારતીયોની માફી પણ માંગી અને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભારતીય પ્રવાસીઓ તેમના દેશમાં આવતા રહે.

પૂર્વ રાષ્ટ્રપતિએ માંગી માફી

ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવનો બહિષ્કાર કરવાના ભારતના એલાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આનાથી તેમના દેશના પ્રવાસન ક્ષેત્ર પર ઘણી અસર પડી છે. તેમણે માલદીવના લોકો વતી માફી પણ માંગી છે. તમને જણાવી દઈએ કે નશીદ હાલમાં ભારતમાં જ છે. તેમણે બંને દેશો વચ્ચેના તણાવ વિશે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે માલદીવના લોકોને માટે "માફ કરી દો".

વધુ વાંચો...Rajkot: 2 ભાજપ મહિલા નેતાના પતિએ ગરીબોના 20 ફ્લેટ પચાવી પાડ્યા? મહાકૌભાંડના આક્ષેપથી અધિકારીઓમાં દોડાદોડી 


મે ગઈકાલે જ PM મોદી સાથે કરી મુલાકાતઃ માલદીવના પૂર્વ પીએમ

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, "ભારતના બહિષ્કારની માલદીવ પર ભારે અસર પડી છે અને હું તેના વિશે ખરેખર ખૂબ જ ચિંતિત છું. હું કહેવા માંગુ છું કે હું અને માલદીવના લોકો આ માટે દિલગીર છીએ." ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, પૂર્વ રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું કે, "હું મારી રજાઓમાં માલદીવ આવીશ અને અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર નહીં થાય." પૂર્વ રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી અને કહ્યું કે, "હું ગઈકાલે રાત્રે વડાપ્રધાનને મળ્યો. પીએમ મોદીએ અમને શુભેચ્છા પાઠવી હતી. હું પીએમ નરેન્દ્ર મોદીનો મોટો સમર્થક છું અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું."

ADVERTISEMENT

વધુ વાંચો...બેંક કર્મચારીઓને દર વર્ષે પગારમાં 17 ટકાનો વધારો મળશે, સપ્તાહમાં 5 દિવસ કામને લઈને પણ ખબર આવી

વર્તમાન રાષ્ટ્રપતિના નિર્ણયી કરી પ્રશંસા

તેમણે વર્તમાન રાષ્ટ્રપતિએ બહિષ્કાર માટે જવાબદાર લોકોને દૂર કરવા માટે લીધેલા ત્વરિત પગલાંની પણ પ્રશંસા કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, "મને લાગે છે કે આ બાબતોનો ઉકેલ લાવવો જોઈએ અને આપણે રસ્તો બદલીને આપાણ સામાન્ય સંબંધોમાં પાછા ફરવું જોઈએ."
 

    follow whatsapp

    ADVERTISEMENT