INDvsPAK: ભારતે લીધો વર્લ્ડકપની હારનો બદલો, પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, PMએ પાઠવી શુભેચ્છા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુબઈ: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં ભારતીય ટીમે 5 વિકેટથી જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે જીત સાથે એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની જોડીએ મેચ વિનિંગ પાર્ટનરશિપ બનાવી હતી. જાડેજાએ 29 બોલમાં 35 રન અને હાર્દિકે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. ભારતીય ભારતીય ટીમે મેચમાં ટોસ જીતીને પહેલા પાકિસ્તાનની ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જેમાં પાકિસ્તાનની ટીમે 19.5 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે 2019ના ટી-20 વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે.

પાકિસ્તાને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો
20 ઓવરમાં 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમમાં કમબેક કરી રહેલા કે.એલ રાહુલની શરૂઆત ખરાબ રહી હતી અને તે 0 રને પેવેલિયન ભેગો થયો હતો. રોહિત શર્મા 12 તથા વિરાટ કોહલી 35 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે સુર્યકુમાર યાદવે 18 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

પાકિસ્તાનની ટીમ 147 રન બનાવી ઓલઆઉટ
પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના ઓપનર રિઝવાને સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જ્યારે ઈફ્તિખાર અહમદે 28 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમ માત્ર 10 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો.

ભુવનેશ્વર કુમારની સૌથી વધુ વિકેટ
મેચમાં ભારતીય બોલિંગ આક્રમણ સારું રહ્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 26 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 2 અને આવેશ ખાને 1 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT