INDIA Alliance : મમતાએ ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો મૂક્યો પ્રસ્તાવ, કેજરીવાલે આપ્યું સમર્થન

ADVERTISEMENT

gujarattak
social share
google news

INDIA Alliance Fourth Meeting : આજે દિલ્હીની અશોકા હોટલમાં INDIA ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ, જેડીયુ નેતા નીતીશ કુમાર, ટીએમસી ચીફ મમતા બેનર્જી દિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સામેલ થયા હતા.INDIA એલાયન્સની આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પર અરવિંદ કેજરીવાલ પણ સમર્થન આપ્યું હતું.

બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

બેઠક બાદ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે 2-3 કલાક ચર્ચા કરી અને રણનીતિ પર સહમત થયા. 149 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને અમે તેની નિંદા કરી છે અને ઠરાવ પસાર કર્યો છે કે તે અલોકતાંત્રિક છે. આ બેઠકમાં TMC અને INDIA ગઠબંધનના ઘણા પક્ષો સાથે તમામ બેઠકોની વહેંચણી પર વાટાઘાટો પૂર્ણ કરવા માટે 31 ડિસેમ્બર, 2023 ની સમયમર્યાદા નક્કી કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT