IND vs SA 3rd T20I : શું ત્રીજી T20 પણ ધોવાઇ જશે? જાણો કેવું રહેશે ભારત-સાઉથ આફ્રિકા મેચમાં હવામાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs SA Weather Forecast : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની આજે ત્રીજી મેચ જોહાનિસબર્ગમાં રમવાની છે. સાઉથ આફ્રિકાએ વરસાદથી પ્રભાવિત બીજી T20 મેચમાં ભારતને હરાવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. માટે આજની ત્રીજી T20 મેચ જીતવી ભારત માટે ખૂબ જ જરૂરી છે. આજની આ નિર્ણાયક મેચમાં જીત મેળવી ભારત શ્રેણીને બરોબર કરી શકે છે. આ મેચ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગ અનુસાર વરસાદની કોઈ શક્યતા નથી. ઝરમર વરસાદની રહી શકે છે પરંતુ મેચ પર તેની વધુ અસર નહીં થાય. બીજી T20 મેચ દરમિયાન વરસાદ અને ઝાકળના કારણે ભારતીય બોલરો માટે રમવું મુશ્કેલ બન્યું હતું. ત્રીજી મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લઈ શકે છે.

આજની મેચ દરમિયાન કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગની આગાહી અનુસાર, જોહાનિસબર્ગમાં દિવસ દરમિયાન વરસાદની બે ટકા સંભાવના છે. આ સમયગાળા દરમિયાન 54 ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના વધીને લગભગ 36 ટકા થશે. દિવસ દરમિયાન તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે મેચ શરૂ થશે ત્યારે તે વધીને 26 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. બીજી ઇનિંગ દરમિયાન તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી જશે.

બંને ટીમની યાદી

ભારત:

ADVERTISEMENT

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.

સાઉથ આફ્રિકા:

ADVERTISEMENT

એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યૂ બ્રેટ્ઝકે, નાન્દ્રે બર્જર, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, આંદિલે ફેહલુખ્વાયો, તબ્રેઈઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, લિઝાદ વિલિયમ્સ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT