IND vs PAK: કિંગ કોહલીની ઈનિંગ્સ જે વર્ષો સુધી યાદ રહેશે, ખુદ વિરાટ પણ નિઃશબ્દ થઈ ગયો; જાણો રસપ્રદ કિસ્સા
મેલબર્નઃ ભારતે પાકિસ્તાનને સુપર-12 રાઉન્ડની પહેલી મેચમાં ચાર વિકેટથી હરાવી દીધું છે. તેવામાં છેલ્લા બોલ સુધી રહેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલીના યોગદાન અને અશ્વિનના એ…
ADVERTISEMENT
મેલબર્નઃ ભારતે પાકિસ્તાનને સુપર-12 રાઉન્ડની પહેલી મેચમાં ચાર વિકેટથી હરાવી દીધું છે. તેવામાં છેલ્લા બોલ સુધી રહેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલીના યોગદાન અને અશ્વિનના એ માસ્ટર સ્ટ્રોકથી ભારતીય ટીમે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. ભારતે 4 વિકેટથી મેચ જીતી વર્લ્ડ કપ જીતવાની દાવેદારી નોંધાવીને જોરદાર ગર્જના કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન સ્પષ્ટપણે ટીમ વર્ક જોવા મળ્યું હતું. વિરાટે જ્યારે વિનિંગ સેલિબ્રેશન શરૂ કર્યું ત્યારે રોહિતનું તેને ભેટી પડવું અને પછી ખભા પર તેડી લેવું, તથા હાર્દિકનું ઈમોશનલ થવું સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યું છે. તો ચલો આપણે જીતના સુપરહિરોએ શું કહ્યું તથા આવા જ કેટલાક રસપ્રદ કિસ્સા પર નજર કરીએ….
વિરાટ કોહલીએ કહ્યું….
મેચ પછી વિરાટ કોહલીએ પોસ્ટ મેચ શોમાં કહ્યું કે અત્યારે માહોલ અસાધારણ છે. હાર્દિકે મને કહ્યું હતું કે પોતાના પર વિશ્વાસ રાખજો. શાહીને જ્યારે પેવેલિયન એન્ડથી બોલિંગ કરી તો મને લાગ્યું કે આ ઓવરમાં રન બનાવવા છે. મોહમ્મદ નવાઝની એક ઓવર બાકી હતી એટલે અમને વિશ્વાસ હતો કે અમે આને જીતી લઈશું.
ADVERTISEMENT
લોન્ગ ઓન પર મારેલી સિક્સ વિશે જાણો…
વિરાટ કોહલીએ કહ્યું કે હારિસ રઉફના બોલ પર લોન્ગ ઓન પર મેં જે છગ્ગો માર્યો હતો એ અવિશ્વસનીય હતો. મારા માટે બીજો છગ્ગો પણ ઘણો ખાસ હતો. કારણ કે આ સિક્સના કારણે જ મેચ ભારતના પલડામાં આવી જાય એમ હતી.
હાર્દિક પંડ્યા થયો ભાવુક
પિતાને યાદ કરીને હાર્દિક પંડ્યાએ કહ્યું કે, મેં મેચ પહેલા રાહુલ દ્રવિડ સરને કહ્યું હતું કે હું 10 મહિના પહેલા જ્યાં હતો અને હવે જ્યાં છું તે ખૂબ મોટી વાત છે. હું આ વસ્તુ માટે આટલી મહેનત કરું છું. આ ઈનિંગ્સ મારા પપ્પા માટે છે. તે અહીં હોત તો ખુબ ખુશ થયા હોત. જો મને રમવાની તક ન મળી હોય તો હું અહીં કેવી રીતે ઊભો હોત. મારા પપ્પાએ મારા માટે ઘણા ત્યાગ કર્યા. તેમણે મારા માટે બીજા શહેર જવાનો નિર્ણય લીધો. જ્યારે અમે બંને ભાઈઓ છ વર્ષના હતા તો તેમણે શહેર બદલી નાખ્યું. હું હંમેશા પપ્પાનો આભારી રહીશ.
ADVERTISEMENT
ADVERTISEMENT
જીતમાં ટીમના તમામ ખેલાડીઓનું યોગદાન’
હાર્દિકે જણાવ્યું કે, પહેલી મેચ હોવાના કારણે આ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને તે પણ પાકિસ્તાન વિરુદ્ધ. છોકરાઓએ ઘણા દિવસોથી મહેનત કરી છે. અમે હારીશું તો સાથે, જીતીશું તો સાથે. હું અને વિરાટ કોહલીએ ભલે સારું રમ્યા પરંતુ જીતમાં બધાનું યોગદાન છે. અર્શદીપ, શમી, ભુવનેશ્વરે જેવા બોલ નાખ્યા તે શાનદાર હતા. ભલે ચાર વિકેટ જ પડી, પરંતુ સૂર્યાએ જે ચોગ્ગા માર્યા તે પણ મહત્વપૂર્ણ હતા.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું…
મારા પાસે શબ્દો જ નથી તથા હું આનું વર્ણન કેવી રીતે કરું એ પણ મને ધ્યાનમાં નથી. અમે માત્ર એવું જ વિચારતા હતા કે અમારે ગેમમાં પકડ બનાવી રાખવી જોઈએ. અમને જાણ હતી કે ટાર્ગેટ ચેઝ કરવું એટલુ સરળ નથી. મારુ માનવુ છે કે આવી પરિસ્થિતિમાં શાંત રહેવુ મહત્ત્વપૂર્ણ હોય છે અને ટીમ દ્વારા એવું જ કરવામાં આવ્યું હતું. અમે એવી સ્થિતિમાં હતા કે જીત મુશ્કેલ હતી પરંતુ અમે કરી બતાવ્યું.
ADVERTISEMENT