IND vs AUS: ભારતીય ટીમનો RAJKOT માં ધબડકો, મેચ અને ઇતિહાસ રચવાની તક બંન્ને ગુમાવી

ADVERTISEMENT

INDvsAUS 3rd ODI
INDvsAUS 3rd ODI
social share
google news

IND vs AUS ODI Series : ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન ડે સીરીઝમાં 2-1 થી જીતી લીધી છે. જો કે રાજકોટમાં ઓસ્ટ્રેલયા સામે 66 રનથી હાર થઇ હતી.

India vs Australia ODI Series રોહિત શર્મા અને વિરાટ કોહલીની સારી શરૂઆત ભારતને જીત અપાવી નથી શકી. ઓસ્ટ્રેલિયાએ રાજકોટ વનડેમાં ભારતીય ટીમને 66 રનથી હરાવી દીધું. જો કે રોહિત બ્રિગેડે આ સીરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી છે. રોહિતે ગગનચુંબી છક્કોની મદદથી 81 રનની રમત રમી હતી. કોહલીએ અર્ધશતક લગાવ્યું હતું. તે પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતીય બોલરોના પરસેવા છોડાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયા 352 રન બનાવ્યા હતા. તેના માટે મિચેલ માર્શે 96 રનની શાનદાર રમત રમી હતી. ભારત માટે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.

સીરીઝ જીતી પરંતુ રાજકોટમાં મિડલ ઓર્ડરનો ધબડકો

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023 ઠીક પહેલા સીરીઝની જીતી લીધી છે, જો કે રાજકોટની હારને પચાવવું સરળ નહી હોય. ભારતના મિડલ ઓર્ડરની નબળાઇ આ મેચમાં ફરીથી ઉભરીને સામે આવી ચુકી છે. જો રોહિત, કોહલી અને અય્યરને બાદ કરીએ તો કોઇ પણ બેટ્સમેનનું સંતોષજનક પ્રદર્શન રહ્યું નહોતું. કેએલ રાહુલ 26 રન બનાવીને આઉટ થયો. સુર્યકુમાર યાદવ 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 35 રન જ બનાવી શક્યા હતા. વોશિંગ્ટન સુંદરને પણ ઓપનિંગની તક મળી હતી. જે માત્ર 18 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી.

ADVERTISEMENT

સારી શરૂઆતનો ફાયદો નહોતી ઉઠાવી શકી ભારતીય ટીમ

ભારતીય ટીમને રોહિત શર્માને સારી શરૂઆત મળી હતી. તેણે 57 રનનોસામનો કરતા 81 રન બનાવ્યા. રોહિત આ મેચમાં 5 ચોક્કા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે કોહલીની સાથે અર્ધશતકીય ભાગીદારી નિભાવી. કોહલીએ 61 બોલમાં 56 રન બનાવ્યા. કોહલીએ 5 ચોક્કા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ઐયરે 43 બોલમાં 48 રન બનાવ્યા. તેણે 2 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. સુર્યા 8 રન બનાવીને ચાલતી પકડી હતી. કુલદીપ 2 અને બુમરાહ 5 રન બનાવીને આઉટ થયા. આ પ્રકારે ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT