BBCની ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે પૂરો થયો, લગભગ 60 કલાક સુધી ચાલી IT વિભાગની કાર્યવાહી
દિલ્હી: BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગનો સર્વે ગુરુવારે ત્રીજા દિવસે પૂરો થયો. IT અધિકારીઓ BBC ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો અને ડેટા સાથે પરત ફર્યા. આ…
ADVERTISEMENT
દિલ્હી: BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગનો સર્વે ગુરુવારે ત્રીજા દિવસે પૂરો થયો. IT અધિકારીઓ BBC ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો અને ડેટા સાથે પરત ફર્યા. આ દસ્તાવેજો સર્વે દરમિયાન એકત્રિત કરવામાં આવ્યા હતા.આવકવેરા વિભાગે મંગળવારે બપોરે 12 વાગ્યાથી BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ‘સર્વે’ શરૂ કર્યો હતો. જે ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે પૂરો થયો હતો. આવકવેરા વિભાગની આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ, BBCએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, આવકવેરા વિભાગની ટીમો અમારી દિલ્હી અને મુંબઈની ઓફિસમાંથી પરત ફરી છે. અમે તપાસમાં સહયોગ કરવાનું ચાલુ રાખીશું. અમને આશા છે કે આ મામલો જલ્દી ઉકેલાઈ જશે.
BBCએ નિવેદન જારી કરીને શું કહ્યું?
BBC એ નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે અમારા કર્મચારીઓની પડખે ઊભા છીએ, જેમાંથી કેટલાકની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને કેટલાકને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને રાતભર ઓફિસમાં રોકાવું પડ્યું હતું. તેમની સંભાળ અમારી પ્રાથમિકતા છે. અમારી કામગીરી હવે સામાન્ય થઈ ગઈ છે અને અમે ભારતમાં અને તેની બહારના અમારા દર્શકો અને વાચકો માટે સક્રિય રહીશું.
Update on India: pic.twitter.com/rghvE6OpfQ
— BBC News Press Team (@BBCNewsPR) February 16, 2023
ADVERTISEMENT
ટેક્સમાં અનિયમિતતાને લઈને ITએ તપાસ હાથ ધરી હતી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, BBC એક વિશ્વસનીય, સ્વતંત્ર મીડિયા સંસ્થા છે. અમે અમારા સાથીદારો અને પત્રકારોની પડખે છીએ, જેઓ ભય કે તરફેણ વિના તેમની નોકરી કરવાનું ચાલુ રાખશે.બીબીસી ઈન્ડિયાએ અગાઉ તેના તમામ સ્ટાફને તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ સાથે કર્મચારીઓને તેમના ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી કોઈપણ ડેટા ડિલીટ ન કરવા સૂચના આપવામાં આવી હતી. વાસ્તવમાં, આવકવેરા વિભાગ ટેક્સ અનિયમિતતાઓને લઈને આની તપાસ કરી રહ્યું હતું.
BBCએ કર્મચારીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી
બુધવારે તેના કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં, BBCએ કહ્યું હતું કે તેઓ ટેક્સ અધિકારીઓને સહકાર આપવા તૈયાર રહે. દિલ્હી અને મુંબઈની ઓફિસો પર આઈટીના દરોડા પછી બીબીસીએ તેના ટોચના અધિકારીઓને તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ માટે બીબીસી ઈન્ડિયાએ તેના કર્મચારીઓને માર્ગદર્શિકાની યાદી મોકલી હતી. આ માર્ગદર્શિકામાં કર્મચારીઓને શું કરવું અને શું ન કરવું તે જણાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT