રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલા બનાસકાંઠાના આ ગામનાં દરેક ઘરમાંથી એક યુવક છે ” દેશ” ને સમર્પિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર, બનાસકાંઠા:  જીલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જે ગામના દરેક ઘરમાથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે.આ ગામના પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતો દેશ સેવા માટે અર્પણ કર્યા છે. અને આ ગામની માટી જ દેશ સેવાની સુવાસ રેલાવી રહી છે. દેશ સેવાનું આ અનોખું ગામ અને આ ગામના લોકો તેમજ યુવાનોની રાષ્ટ્રભક્તિની મિશાલ આજે દેશભરમાં ફેલાઈ છે. કેમકે ગામનો દરેક યુવાન સરહદના સીમાડે લડવા થનગનતો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર તાલુકામા આવેલા અને લગભગ 6000 લોકોની વસ્તી ધરાવતા આ ગામે અત્યાર સુધીમાં ” માં ” ભારતીની રક્ષા માટે 300 જેટલા આર્મીના જવાનો અને 100 પોલીસ જવાનો આપ્યા છે. આ ગામની માટીમાં જ એવું હુનર છે કે અહી ગામના બચ્ચે બચ્ચામાં દેશદાજ કુટી કુટીને ભરેલી છે. સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મુક્તા હોય છે. પરંતુ બનાસકાંઠાના આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

1977 માં પ્રથમ વખત થયું હતું આર્મીમાં સિલેક્શન
નાનપણથી જ ગામના બાળકો સૈનિક બનીને દેશ સેવા કરવાના સપના સેવતા હોય છે. આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ તે અંગે અમારી ગુજરાત તક ટીમે મોટા ગામમાં પહોંચી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે  1977 ના વર્ષમાં મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ પરમાર નામના બે યુવાનો ઇંડિયન આર્મીમાં જોડાયા હતા. અને બસ ત્યારબાદ આ ગામના લોકોમાં દેશદાઝ બહાર આવવા માંડી એક પછી એક યુવાનો ઇંડિયન આર્મીમાં જોડાવવા માંડ્યા હતા..

ADVERTISEMENT

એક બાદ એક યુવાનો જોડાય આર્મીમાં
બનાસકાંઠા જિલ્લાના મોટા ગામના પ્રથમ બે યુવાનો આર્મીમાં જોડાયા બાદ ગામના યુવકોમાં આર્મીમાં જોડાવવાની દેશદાઝ ઉત્પન્ન થઈ.ગામના યુવકોની આ દેશદાઝથી પ્રભાવિત થયેલા ગામના આર્મીમાં જોડનારા બંને યુવકોએ પણ નિવૃતિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાઝ ઉત્પન્ન કરવાની સાથે સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત તેમણે શારીરિક તાલીમ આપવાની શરૂઆત કરી. બસ ત્યારથી મોટા ગામમાંથી એક પછી એક યુવાનો ઇંડિયન આર્મીમાં જોડાઈને આ નાનકડા ગામનું નામ રોશન કરી રહ્યા છે.

શાળામાંથી આર્મીના સપના બાળકો જોવે છે
દેશદાઝની અનોખી ભાવના ધરાવતા આ મોટા ગામમાં આવનારી પેઢી એટ્લે કે વર્તમાન સમયના નાના બાળકો પણ અત્યારથી જ ઇંડિયન આર્મીમાં જોડાવવાની વાત કરી રહ્યા છે. આ ગામની શાળામાં અભ્યાસ કરતાં બાળકોની અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે શાળાના લગભગ તમામ બાળકોની આંખોમાં ઇંડિયન આર્મીમાં જોડાવવાના સપના જોવા મળ્યા હતા.અને આ બાળકો અત્યારથી જ તેની તૈયારી શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે ભાજપના નેતા આવ્યા મેદાને, ટ્વિટરથી ખેડૂતો માટે કરી આ માંગ

ADVERTISEMENT

હજુ પણ આર્મીમાં જવા યુવાનો તૈયાર
આજના સમય દેશના મોટાભાગના બાળકો બચપણથી અલગ અલગ સપના જોતાં હોય છે.પરંતુ બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ નાનકડા ગામના બાળકોમાં અને તેમના માતા પિતાની આંખોમાં દેશસેવાના સપના સંજોયેલા છે.. ત્યારે ધન્ય છે આ ગામની માટી કે જેમાં રમીને મોટા થયેલા યુવાનોએ સરહદ પર પહોંચીને દેશ સેવા કરી રહ્યા છે અને આગામી સમયમાં પણ કરવા તત્પર જણાઈ રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT