પોકસો કેસમાં અદાલતે ભારે હૃદયે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી, જાણો શું છે ઘટના
વડોદરા: હાલમાંજ સંમતીથી શારીરિક સંબંધમાં સગીરને પોકસો સહિતના આરોપમાંથી મુક્ત કરવાના એક હાઈકોર્ટના ચુકાદા વચ્ચે ડભોઈની એક અદાલતે આ જ પ્રકારે સગીરા સાથે જાતીય સંબંધમાં…
ADVERTISEMENT
વડોદરા: હાલમાંજ સંમતીથી શારીરિક સંબંધમાં સગીરને પોકસો સહિતના આરોપમાંથી મુક્ત કરવાના એક હાઈકોર્ટના ચુકાદા વચ્ચે ડભોઈની એક અદાલતે આ જ પ્રકારે સગીરા સાથે જાતીય સંબંધમાં એક 20 વર્ષના યુવકને 20 વર્ષની જેલ સજા ફટકરી. તેમણે કહ્યું કે, અમો જાણીએ છીએ કે આ સંબંધો સંમતીથી બન્યા હતા પરંતુ ‘ભારે હૃદયે’ અમો આરોપીને સજા કરીએ છીએ.
શૈલેષ વસાવા નામના આરોપી પર પોકસો હેઠળ સગીરા સાથે (17 વર્ષીય) શારીરિક સબંધોનો આરોપ હતો. 2013માં સગીરા અને તે બન્ને ‘પ્રેમ’માં પડયા હતા અને બાદમાં બન્ને ઘરેથી નાસી ગયા હતા. આ દરમ્યાન શારીરિક સંબંધોથી સગીરા ગર્ભવતી પણ થઈ હતી તેના પિતાએ આ અંગે અપહરણ, બળાત્કાર સહિતની ફરિયાદો કરી હતી. અને તે બાદ આરોપી પર પોકસો પણ લગાડવાયો હતો.
પોતાની ઈચ્છાથી ભાગી હતી
આરોપીના વકીલે બચાવ કર્યો કે સગીરા તેની ખુદની સંમતીથી શૈલેષ સાથે ગઈ હતી. કારણ કે બન્ને લાંબા સમયથી એકબીજાને પસંદ કરતા હતા. અને તેઓ બન્ને લાંબો સમય સુધી સાથે રહ્યા. જે દરમ્યાન સગીરા માતા પણ બની. અને પછી તેઓ પોતાના વતનમાં ફર્યા હતા પણ સગીરા જે તે સમયે પુખ્ત વયની પણ બની ચૂકી હતી. પણ તેના પિતાની ફરિયાદ પરથી શૈલેષની ધરપકડ થઈ હતી.
ADVERTISEMENT
બીજા સંતાનના પણ બન્યા માતા પિતા
એટલું જ નહી આરોપીને જામીન મળ્યા બાદ પણ ફરી તે અને તે પુખ્ત ઉમરની થયેલી યુવતી ફરી સાથે રહેવા લાગ્યા હતા. આ સમયે તેઓ બીજા સંતાનના પણ માતા-પિતા બન્યા હતા. પરંતુ ફરિયાદ પક્ષે એ આગ્રહ રાખ્યો કે બન્ને વચ્ચે પ્રથમ વખત શારીરિક સંબંધ બંધાયો તે સમયે તે છોકરી હજું પુખ્ત ઉમરની થઈ ન હતી. તેથી આરોપી શૈલેષને પોકસો હેઠળ જ સજા થવી જોઈએ. જો કે સાથોસાથ હવે બન્ને બીજા સંતાનના પણ માતા-પિતા બન્યા હોય હળવી સજા કરવા પણ ભલામણ કરી હતી.
અદાલતે પણ સ્વીકાર્યુ કે સગીરા ઈચ્છાથી ગઈ હતી
અદાલતે પણ સ્વીકાર્યુ કે, આ કેસ આજીવન કારાવાસ માટે ફીટ નથી. કારણ કે બન્ને વચ્ચે પરસ્પરની સહમતીથી સંબંધો બંધાયા હતા. અને ખાસ કરીને તે સમયે સગીરાએ પણ તેના પ્રેમી સાથે ઈચ્છાથી ગઈ હતી. અદાલતે તે પણ સ્વીકાર્યુ કે અમો એ પણ જાણીએ છીએ કે તેમના બાળકોને સહન કરવું પડશે પણ અમારા હાથ બંધાયેલા છે.
ADVERTISEMENT
20 વર્ષની સજાનો ચુકાદો આપ્યો
ન્યાયમૂર્તિ એચ.બી.ચૌહાણ જો કે આરોપી વસાવાને અપહરણના કેસમાં મુક્ત કર્યા અને પોકસો હેઠળ જે સગીરાને વળતર ચુકવવાનું હોય છે તે તેમના સંતાનોને આપવામાં આવી પણ આરોપી ભારે હૃદયે 20 વર્ષની જેલ સજાનો ચુકાદો પણ આપ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT