છેલ્લા ત્રણ દિવસમાં ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો, ડબ્બાનો ભાવ 2800 નજીક
રાજકોટ: ગુજરાત ભરમાં દિવસે ને દિવસે મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી લોકોની ઠંડી ઉડાડી રહી છે. મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ…
ADVERTISEMENT
રાજકોટ: ગુજરાત ભરમાં દિવસે ને દિવસે મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી લોકોની ઠંડી ઉડાડી રહી છે. મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે. પેહલા PNG અને CNG હવે સિંગતેલમાં પણ ભાવ વધારો થયો છે. આમાં મધ્યમ વર્ગીય ખુબ પીસાઈ જાય છે. લગ્નગાળાની સિઝન વચ્ચે ફરી સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 15 નો વધારો થયો છે. ત્યારે સિંગતેલમાં ડબ્બાના ભાવ 2800 સુધી પહોંચ્યો છે.
સતત વધતી જતી મોંધવારી કારણે સામાન્ય માણસનુ બજેટ ખોરવાયું રહ્યુ છે. જીવન જરુરીયાતના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. આજે સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. આજે સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 15 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચ્યો છે.
કપાસીયા અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો
કપાસીયા અને પામોલીન તેલના ભાવ ઘટયા છે. કપાસીયામાં રૂા.15 અને પામોલીનમાં રૂા.10નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાની સાથે કપાસીયા ડબ્બાનો ભાવ (નવા) 1995-2045 (જુના) 1945-1995 અને પામોલીનના ડબ્બાનો ભાવ રૂા.1505-1510 એ પહોંચ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: દારુના જથ્થા પર બુલડોઝર કાર્યાવાહી, જાણો જામનગરમાં કેટલા દારુનો નાશ કરાયો ?
ભાવ વધારાનું આ છે કારણ
સિંગતેલના ભાવ વધી રહ્યા છે. જેનું કારણ છે કે મગફળીના ભાવ આ વખતે વધુ બોલાયા છે તેમજ બજારમાં માલની ખેંચ ઉભી થઈ છે. જયારે સામે કપાસીયામાં વિરુદ્ધ પરીસ્થિતિ છે. કપાસીયાની માંગ ઘટી છે. પામોલીનમાં વૈશ્ર્વિક બજારની અસર જોવા મળી રહી છે. જેના કારણે ભાવ ઘટી રહ્યા છે.
ADVERTISEMENT
ફરસાણ મોંઘું થઈ શકે છે
મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT