2009 થી 2019 સુધીમાં 71 સાંસદોની સંપત્તિમાં થયો સરેરાશ 286 ટકાનો વધારો, આ નેતાની સંપત્તિ 4,189 ટકા વધી
આમદવાદ: દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ દરમિયાન લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે લોકસભાના સભ્યોની…
ADVERTISEMENT
આમદવાદ: દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ દરમિયાન લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે લોકસભાના સભ્યોની સંપત્તિની વાત કરવામાં આવે તો 2009 થી 2019 વચ્ચે લોકસભામાં ફરીથી ચૂંટાયેલા 71 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 286 ટકાનો વધારો થયો છે.
વર્ષ 2009, 2014 અને 2019 માં લોકસભામાં ફરીથી ચૂંટાયેલા 71 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 286 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ વધારો કર્ણાટક બીજાપુર બેઠકના સાંસદ ભાજપના રમેશ ચાંડપ્પા જીગાજીનાગીની સંપત્તિમાં થયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
સંપત્તિમાં 4,189 ગણો વધારો થયો
ADR રિપોર્ટ અનુસાર, 2009 માં જીગાજીનાગીની પાસે 1.18 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. જે 2014માં વધીને 8.94 કરોડ રૂપિયા અને 2019માં 50.41 કરોડ રૂપિયા થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિમાં 4,189 ટકાનો વધારો થયો છે. તેમની સંપત્તિમાં 40 ગણો વધારો થયો છે.
ADVERTISEMENT
મંત્રી પણ રહી ચૂક્યા છે
લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપી નેતા દ્વારા સબમિટ કરેલા સોગંદનામાને ધયને લઈ આ માહિતી આપવામાં આવી છે. વર્ષ 2019માં સતત છઠ્ઠી વખત લોકસભામાં ચૂંટાયેલા જીગાજીનાગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની સરકાર દરમિયાન જુલાઈ 2016 થી મે 2019 સુધી કેન્દ્રીય પીવાના પાણી અને સ્વચ્છતા રાજય મંત્રી હતા.
આ નેતા છે બીજા નંબર પર
ADR-નેશનલ ઈલેક્શન વોચના આ રિપોર્ટ અનુસાર, કર્ણાટકના બીજેપીના અન્ય સાંસદ પીસી મોહન ટોપ 10 સાંસદોની યાદીમાં બીજા ક્રમે છે જેમની સંપત્તિ 2009 અને 2019 વચ્ચે સૌથી વધુ વધી છે. બેંગ્લોર સેન્ટ્રલ મતવિસ્તારમાંથી 2019 માં ફરીથી લોકસભામાં ચૂંટાયેલા મોહને 2009ની સંસદીય ચૂંટણીમાં લગભગ 5.37 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. દસ વર્ષમાં આ આંકડો વધીને રૂ. 75.55 કરોડ થયો છે, એટલે કે તેમાં 1306 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
કોંગ્રેસના એક પણ સાંસદ ટોપ 10માં નથી
આ રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશના પીલીભીતથી ગત લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાયેલા ભાજપના સાંસદ વરુણ ગાંધીની સંપત્તિ 2009માં 4.92 કરોડ રૂપિયાથી વધીને 2019 માં 60.32 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રિપોર્ટ અનુસાર શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલની સંપત્તિ 2009 માં 60.31 કરોડ રૂપિયાથી વધીને 2019 માં 217.99 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિમાં 261 ટકાનો વધારો થયો છે. બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રિયા સદાનંદ સુલેની સંપત્તિ 2009માં રૂ. 51.53 કરોડથી વધીને 2019માં રૂ. 140. 88 કરોડ થઈ હતી. જ્યારે કોંગ્રેસના એક પણ સાંસદનું ટોપ 10માં નામ નથી. જ્યારે ભાજપના 6 સાંસદનું નામ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT