કોંગ્રેસની સભામાં શંકરસિંહે BJPનો પ્રચાર કર્યો! કહ્યું- 5 તારીખે કમળ પર મત આપીએ…
અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આને જોતા બાયડથી ચૂંટણી…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આને જોતા બાયડથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર સિંહ વાઘેલાના પ્રચાર કરવા માટે શંકરસિંહ મેદાને આવ્યા હતા. આ દરમિયાન મીડિયા ઈન્ટર્વ્યૂમાં શંકરસિંહ કોંગ્રેસને જીતવા માટે સંદેશો આપતા હતા ત્યારે જીભ લપસી ગઈ હતી. આ ક્લિપ અત્યારે ઘણી વાઈરલ થઈ રહી છે. જાણો આ અંગે વિગતવાર માહિતી…
શંકરસિંહે કહ્યું- કમળ પર મતદાન આપીએ…
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે કહ્યું કે ગુજરાતનો મતદાર છેતરાવાનો નથી. 5મી તારીખે પણ કમળ પર મતદાન આપીએ. આ પ્રમાણે શંકરસિંહ વાઘેલાની જીભ લપસી જતા કોંગ્રેસ માટે મત માગવાની જગ્યાએ ભૂલથી ભાજપનો પ્રચાર કરી દીધો હતો. નોંધનીય છે કે શંકરસિંહે સમયસૂચકતા દાખવીને પોતાની વાત બદલી નાખી અને કહ્યું હતું કે ભાજપને જાકારો આપીને કોંગ્રેસના ઉમેદવારોને વીજયી બનાવે જનતા એવો સંદેશ આપું છું.
ભાજપ પ્રત્યે પ્રજાનો ભયંકર અંડર કરંટ
તેમણે કહ્યું કે, પ્રજાનો અંડર કરંટ ભયંકર એન્ટી બીજેપી છે. લોકલ ધારાસભ્યની એન્ટી ઈન્કમ્બન્સી હોય અને 27 વર્ષના શાસનની નફરત, આ નફરતમાં મોંઘવારીમાં એક શબ્દ ભાજપવાળા બોલતા નથી, માત્ર રોડ શો, રોડ-શો, નોકરી માટે કોઈ કહેતું નથી. એ જોતા 5મી તારીખે પણ લોકો મતદાન એન્ટી બીજેપી કરશે અને કોંગ્રેસને બહુમતી આપશે એવું મને લાગે છે. સાથે જ તેમણે AAP વિશે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઉછીની પાર્ટી છે. એ પાર્ટીમાં પોતાનું કહેવાય એવું કંઈ નથી.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT