ટ્રકમાં રહેલા કોથળામાં ઉપર લસણ ‘ને નીચે અફીણ, પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ!
નર્મદાઃ New Yearની ઉજવણીનો અનોખો ક્રેઝ ભારતમાં પણ જોવા મળે છે. ત્યારે આ દરમિયાન દેશમાં નશીલા પદાર્થોનું દુષણ વધી જતા એની હેરાફેરીની ઘટનાઓ પણ અવાર-નવાર…
ADVERTISEMENT
નર્મદાઃ New Yearની ઉજવણીનો અનોખો ક્રેઝ ભારતમાં પણ જોવા મળે છે. ત્યારે આ દરમિયાન દેશમાં નશીલા પદાર્થોનું દુષણ વધી જતા એની હેરાફેરીની ઘટનાઓ પણ અવાર-નવાર સામે આવતી રહેતી હોય છે. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઈસમો અવનવા કિમીયાઓ અપનાવતા રહે છે. તેવામાં મહારાષ્ટ્રથી ટ્રકમાં લસણના કોથળાઓમાં અફિણની હેરાફેરી કરાઈ રહી હતી. જેનો પર્દાફાશ નર્મદા ક્રાઈમ બ્રાન્ચની ટીમે કર્યો છે. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ…
લસણના કોથળામાં લાખોના અફિણની ખેપ…
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રથી ટ્રકમાં લસણના કોથળાઓમાં છુપાવી અફિણની હેરાફેરી કરાઈ રહી હતી. નોંધનીય છે કે દરેક કોથળામાં ઉપર લસણ અને નીચે અફિણનો જથ્થો રખાયો હોવાનું સામે આવ્યું છે. જોકે નર્મદા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઘટનાના પગલે કડક કાર્યવાહી કરી અને ટ્રકમાંથી લગભગ 30થી 35 લાખ રૂપિયાના અફિણના જથ્થાને જપ્ત કરી લીધો છે.
નવા વર્ષ પહેલા હેરાફેરી વધી..
ભારતમાં પણ અત્યારે ન્યૂ યરની પાર્ટીઓમાં નશીલા પદાર્થોનું સેવન કરનારા ઈસમોની સંખ્યા વધી ગઈ છે. ત્યારે નવા વર્ષને ગણતરીના દિવસો બાકી રહેતા હવે નશીલા પદાર્થોની ખેપ પણ વધી ગઈ છે. ત્યારે મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી ટ્રકમાંથી લસણના કોથળામાં અફીણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT
With Input: નરેન્દ્ર પેપરવાલા
ADVERTISEMENT