તારાપુરમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, સમલૈંગિક સંબંધો ધરાવતા યુવકે જ કરી હત્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, ખેડા: ક્ષણીક આવેશમાં આવી કરેલ હત્યા એક 18 વર્ષીય યુવકને જેલના સળિયા ગણતો કરી દીધો. થોડા દિવસ પહેલા આણંદ જિલ્લાના તારાપુરમાં એક વૃદ્ધ વેપારીની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. જે ગુનાનો ભેદ ગણતરીના દિવસોમા આણંદ એસ ઓ જી પોલીસે શોધી કાઢ્યો છે. જાણીને નવાઈ લાગશે કે, જે હત્યારાએ વૃદ્ધની હત્યા કરી હતી, તે હત્યારો માત્ર 18 વર્ષ પાંચ મહિનાનો જ છે. પોલીસે આરોપીને ઝડપ્યા બાદ પૂછપરછમાં તેને ચોકાવનારો ખુલાસો પણ કર્યો હતો, કે તે વૃદ્ધ સાથે સમલૈંગિક સંબંધમાં પણ હતો.

આણંદ જિલ્લાના તારાપુરના નાની ચોકડી પાસે રહેતા અને ખાટલા વેચવાનો વેપાર કરતા 75-77 વર્ષિય વૃદ્ધ પીતાંબરદાસ નાજુમલ મહેશ્વરીની 26 જૂનના રોજ બપોરના સમયે અજાણ્યા ઇસમ દ્વારા તેના ઘરના ઉપરના રૂમમાં જ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાને લઈ પોલીસ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ઘટના સ્થળેથી એક છોરો મળી આવ્યો હતો અને ઘટના સ્થળના સીસીટીવીના DVR પણ હત્યારો કાઢીને લઈ ગયો હતો.

જોકે પોલીસને એ જ દિવસે બાજુમાં આવેલ બેકરીના સીસીટીવી માં એક યુવક શંકાસ્પદ જોવા મળ્યો હતો. અને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શંકાસ્પદ ઈસમની શોધખોળ ચાલુ કરી દીધી હતી. દરમિયાન પોલીસની હ્યુમન રિસોર્સની ટીમને માહિતી મળી હતી કે હત્યાની ઘટનાને અંજામ આપનાર ઈસમ સમલૈંગિક સંબંધ ધરાવતો માણસ છે. જેને લઇને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT

આરોપીએ હત્યાની કબૂલાત કરી
ઈસમ અંગે તપાસ કરતા શંકાસ્પદ ઈસમ ઉત્તર પ્રદેશ છે તેમ જાણવા મળ્યું હતું. પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશથી તે ઈસમને ઝડપી લાવી હતી. પોલીસે ઝડપેલ શંકાસ્પદ ઈસમ 18 વર્ષ 5 મહિનાનો ગોવિંદ યાદવ. જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. અને હાલમાં તે તારાપુર પોતાના બનેવીના ઘરે રહી ફર્નિચરનુ કામ શિખવા માટે આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી.

કર્યા ચૌકાવનારા ખુલાસા
આરોપી ગોવિંદ યાદવે પોલીસને જણાવ્યું હતુ કે, જેની હત્યા થઈ છે તેની સાથે તે સમલૈંગિક સંબંધ ધરાવતો હતો. થોડા સમય પહેલા જ તે આ વૃદ્ધના સંપર્કમાં આવ્યો હતો. અને તેની સાથે સમલૈંગિક સંબંધ બાંધ્યા હતા. વૃદ્ધ સુખી સંપન્ન હતો એની જાણ ગોવિંદને હતી. અને એમાંય મૃતક ગળામાં સોનાની ચેન પહેરતો હતો. સંબંધના અવેજમા પૈસા પણ ગોવિંદને મળતા નહોતા. એટલું જ નહી ગોવિંદને પૈસાની જરૂરિયાત પણ હતી. એટલે જ વૃદ્ધની સોનાની ચેન લુંટી લેવાના ઇરાદે વૃદ્ધના ઘરમાં પહોંચ્યો. પહેલા તો વૃદ્ધ સાથે સમલૈંગિક સંબંધ બાંધ્યા સંબંધ દરમિયાન જ વૃદ્ધના ગળાની ચેન તોડી ગળુ કાપી વૃદ્ધની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. કોઈને કંઈ ખબર ના પડે એટલે‌ તે સીસીટીવી નું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયો હતો અને ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો.

ADVERTISEMENT

પૈસાની જરૂરિયાત પૂર્ણ કરવા કરી હત્યા
જોકે પોલીસની ટીમે આરોપીને ઝડપી લેતા આ સમગ્ર હત્યા નો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી ગોવિંદ પાસેથી સોનાની ચેન પણ જપ્ત કરી છે. હાલ આરોપીને તારાપુર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે વૃદ્ધ સમલૈંગિક સંબંધ બાંધવાનો શોખીન હતો, તો ગોવિંદને સમલૈંગિક સંબંધની સાથે પૈસાની જરૂરિયાત હતી. જે પુર્ણ કરવા ગોવિંદે‌ હત્યાની ઘટનાને અંજામ આપ્યો.

ADVERTISEMENT

બાતમીના આધારે આરોપી ઝડપાયો
આ અંગે ખંભાત asp અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર,” ગત 26 તારીખના રોજ બપોરનો બનાવ છે. જ્યાં તારાપુરમાં એક 77 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ એક મર્ડર હતું. જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. બાતમીને આધારે આરોપીને ઝડપવામાં આવ્યો છે. આરોપી જે છે તેને મરનારની સાથે સમલૈંગિક સંબંધ હતા. તે દરમિયાન આરોપીની નજર તેમના ગળામાં પહેરેલ સોનાની ચેન પર પડી હતી. અને આરોપીને પૈસાની જરૂર હતી અને તે માટે સોનાની ચેન લેવા માટે આ મર્ડર કરેલ છે. અમારી પાસે સીસીટી ફૂટેજ હતા તેમાં ક્લિયર થતું ન હતું. પરંતુ સીસીટીવી ફૂટેજ જેમ વાયરલ થયા તેના આધારે માણસ સામેથી જ બાતમી લઈને આવ્યો. કે માણસ આ હોઈ શકે છે. અને તે મળેલી શંકા ના આધારે સીડીઆર ચેક કર્યા અને તેના આધારે એમને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ હોઈ શકે છે. ત્યારબાદ તેની કંટીન્યુઅસ મૂવમેન્ટ ચેક કરવામાં આવી અને મુવમેન્ટના આધારે આ વ્યક્તિ આમાં ઇન્વોલ છે એની ખબર પડી અને એસોજીનીટીમે ઉત્તર પ્રદેશમાંથી તેની ધરપકડ કરીને અહીંયા લાવવામાં આવ્યો છે. આરોપી ચાર મહિનાથી તારાપુરમાં આવ્યો હતો પોતાના જીજાજી સાથે ત્યાં રહેતો હતો. અને મૃતક સાથે સંબંધ છેલ્લા અઠવાડિયા કે દસ દિવસ ઉપરથી હતા. અને હાલ સુધી આરોપીનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ સામે આવ્યો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT