Surat News: પ્રેમ કરીને પસ્તાઈ પરિણીતા, પ્રેમીએ ઘરેથી ભગાડીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, બાળકી જન્મતા 7 હજારમાં વેચી દીધી

ADVERTISEMENT

 પ્રેમ કરીને પસ્તાઈ પરિણીતા
Surat News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

7 હજાર રૂપિયા પ્રેમિકાની 6 માસની બાળકીને વેચી

point

પરિણીતાને ગોડાદરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

point

પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી

Surat News: સુરતમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. શહેરમાં માત્ર 7 હજાર રૂપિયા પ્રેમિકાની 6 માસની બાળકીને વેચી પ્રેમી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. હાલ પ્રેમિકાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે. 

 

2020માં ઉત્તર પ્રદેશમાં થયા હતા લગ્ન 

 

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી 28 વર્ષીય ભારતી (નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2020માં ઉત્તર પ્રદેશ ખાતે થયા હતા. જ્યાં તેને અવારનવાર તેના પતિ સાથે ઝઘડા થતાં હતા. તો પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી બંને વચ્ચે દરરોજ કલેશ થતો હતો. જેથી ભારતી સોશિયલ મીડિયા મારફરતે દીપક ત્રિપાઠી નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. 

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર થઈ મિત્રતા 

 

પતિ સાથે દરરોજ થતાં ઝઘડાથી કંટાળીને ભારતી ઉત્તર પ્રદેશમાં એકલી રહેતી હતી. આ દરમિયાન દીપક ત્રિપાઠી તેને મળવા માટે આવ્યો હતો અને તેણે ભારતીને લગ્નની લાલચ આપી હતી. જેથી દીપકના વિશ્વાસમાં આવીને ભારતી તેની સાથે ભાગીને સુરત આવી ગઈ હતી.


7 હજારમાં બાળકીને વેચી દીધી 

 

બંને સુરતમાં સાથે લિવઈનમાં રહેતા હતા. લગ્ન કરવાની લાલચ આપી બે વર્ષ સુધી પ્રેમિકા સાથે સાથે ગોડાદરા વિસ્તારમાં રહ્યા બાદ તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ દરમિયાન ભારતીએ બાળકીને જન્મ આપતા દીપકે 6 મહિનાની બાળકીને 7 હજારમાં  જુનેદ શેખ નામના શખ્સને  વેચી દઈ આ બાળકી મારી છે તેનો શું પુરાવો છે તેમ કહીને પરિણીતાને તરછોડી દીધી હતી. 

ADVERTISEMENT

પોલીસે હાથ ધરી તપાસ

 

જેથી ભારતી સીધી ગોડાદરા પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી. આ જાણીને પોલીસ પણ હચમચી ગઈ હતી. પરણીતાએ દીપક ત્રિપાઠી અને જુનેદ શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT