રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય ટીમ એક્શનમાં..
રાજકોટઃ ગુજરાત રાજ્યમાં કોરોનાનો પગપેસારો થતા ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.…
ADVERTISEMENT
રાજકોટઃ ગુજરાત રાજ્યમાં કોરોનાનો પગપેસારો થતા ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટ BF7ના 2 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાત સરકાર સતત દોડતી થઈ ગઈ છે. તેવામાં હવે રાજકોટમાં પણ વિદેશથી આવતી યુવતી પોઝિટવ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
વિદેશથી આવેલી યુવતી પોઝિટિવ
રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે આરોગ્ય ટીમને જાણ કરાતા તે એક્ટિવ થઈ ગઈ છે. આની સાથે જ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કારણ કે રાજ્યમાં હવે કોવિડ કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે.
ગુજરાતમાં હાલ 20 એક્ટિવ કેસ હોવાનું
ગુજરાતમાં આ અંગે મનોજ અગ્રવાલે માહિતી આપી હતી કે, હાલમાં મહિને કુલ 7 થી 8 હજાર જેટલા ટેસ્ટિંગ થાય છે. જેમાંથીમહિને સરેરાશ 40-50 નવા કેસ નોંધાયા છે. જો કે આ કોરોના પોઝિટિવ લોકો પૈકી કોઇ પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી. તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. હાલમાં અમદાવાદમાં કુલ 20 એક્ટિવ કેસ છે. તમામ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઇ રહ્યા છે.
ADVERTISEMENT
કોરોના પોઝિટિવ લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા અને અમદાવાદમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના GF7 ના 2 કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તે વ્યક્તિનાં કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે જેમાં વડોદરાની મહિલાના સંપર્કમાં આવેલા બે વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ તે લોકોનું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. આ વેરિયન્ટ ન માત્ર ખુબ સંક્રામક પરંતુ ઘાતક હોવાનું પણ નિષ્ણાંતોનું પ્રાથમિક તારણ છે.
ADVERTISEMENT