નડિયાદમાં સામુહિક આત્મહત્યના નામે પતિએ કરી પત્ની અને બાળકની હત્યા ?

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ, નડિયાદ: કપડવંજ તાલુકાના રામપુરા ગામના મહેન્દ્ર ઝાલાએ પોતાની પત્ની અને બે બાળકો સાથે નહેરમાં ઝંપલાવ્યું હતુ. આ ઘટનામાં મહેન્દ્રભાઈને બચાવી લેવાયા હતા.પરંતુ બે દિવસ બાદ તેમના પત્ની અને બાળકનો મૃૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પત્ની અને બાળકો સાથે મોતની છલાંગ
કપડવંજ તાલુકાના રામપુરા ગામના મહેન્દ્ર ઝાલાએ ગત ગૂરૂવારે પત્ની અને બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જો કે સ્થાનિકોએ તાતાત્કાલિક કેનાલમાં દોરડા નાખી બચાવ કામગીરી શરૂ કરી હતી. આ બચાવ કામગીરીમાં મહેન્દ્રભાઈ દોરડૂ પકડીને બહાર આવી ગયા હતા. પરંતુ તેમની પત્ની આશા અને બે બાળકો વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. જેમાંથી મહેન્દ્રભાઈના પત્ની આશા અને નાના દિકરા મયંકનો મૃતદેહ શનિવારે કઠલાલ તાલુકાના અપ્રુજી ગામમાંથી મળી આવ્યા હતા. માતા અને પુત્રનો મૃતદેહ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એવામાં આજે આ ઘટનામાં મૃતક આશાબેનના પિતાએ મહેન્દ્ર ઝાલા  તથા તેમની દિકરી આશાબેન સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પતિનો આબાદ બચાવ,પત્ની અને બાળકનું મોત
આ ઘટનામાં આશાબેનના પિતા ઉદાભાઈ બારૈયાએ કઠલાલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમની દીકરી અને જમાઈ સારી રીતે રહેતા હતા. પરંતુ ગત 29 ડિસેમ્બર 2022ના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ તેમના  મોબાઈલ ફોન ઉપર અમદાવાદથી દીકરી મનીષાબેનનો ફોન આવ્યો અને તેણે ફોનમાં જણાવ્યું કે, તેમની પર આશાબેનનો ફોન આવ્યો અને તેઓ જમાઈ મહેન્દ્રસિંહ તથા તેના બે ભાણીયા કૃણાલ અને મયંકની સાથે લાડવેલ ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલ ઉપર છે. અને રડતા રડતા તે કહેવા લાગ્યા કે, અમે બંને ઘર કંકાસથી કંટાળી ગયા છે. અને છુટકારો મેળવવા અમારા બંને છોકરાઓને મારી નાખી, અમો પણ બંને કેનાલમાં પડી મરી જવાના છીએ. જેને લઈને પરીવારના તમામ લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર એકત્રિત લોકોએ જણાવ્યું હતું કે, નહેરની કિનારીથી થોડી દુર એક માણસ ડુબતો હતો જેથી અમે બધાએ ભેગા થઈને દોરડું નાખીને તેને બચાવ્યો અને તે માણસ નહેરની બાજુમાં મુકેલ મોટરસાયકલ લઈને જતો રહ્યો અને ત્યાં ભેગા થયેલા લોકોમાંથી કોઈએ વિડીયો ફોનમાં ઉતાર્યો હતો તે વિડિયો તેમને બતાવતા તે બહાર નીકળેલ માણસ તેમના જમાઈ મહેન્દ્રસિંહ હોવાનું ખાતરી થઈ હતી. જેને લઈને આશાબેનના પિતા ઉદાભાઇ બારૈયાએ મહેન્દ્રસિંહ ઝાલા તથા પોતાની દીકરી આશાબેન ઝાલાને પોતાના બંને નિર્દોષ ભાણીયાઓને મારી નાખવા બાબતે હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
મહેન્દ્રભાઈ અને તેના માતા ગાયબ

કઠલાલમાં લાડવેલ નહેરમાં ઝંપલાવવા બાબતની ઘટનામાં હત્યાનો ગુનો તો દાખલ કરવામાં આવ્યો. સ્થાનિકોએ મહેન્દ્રભાઈને દોરડાની મદદથી બચાવી લીધા પરંતુ બે દિવસ બાદ તેમના પત્ની અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આશાબેનના હજુ એક બાળકની શોધખોળ ચાલી રહી છે. પરંતુ બે બાળકોને નહેરમાં પાડી મારી નાખવા બાબતે ગુનો નોંધાયો છે.જોકે આ સમગ્ર ઘટનામા મહત્વની વાત છે કે આશા અને મયંકનો મૃતદેહ મળ્યા બાદ હજુ 8 વર્ષીય પુત્ર કૃણાલનો મૃતદેહ મળ્યો નથી. તો ગુરુવારે બનેલી ઘટનામાં  કેનાલમાંથી દોરડું પકડી બહાર નીકળી ગયેલ મહેન્દ્ર ઝાલાનો  હજુ સુધી કઈ અતોપતો નથી. તો મહેન્દ્રની સાથે રહેતી તેની માતા નંદાબેન પણ ઘટનાના દિવસથી ગાયબ થઈ ગયા છે. ત્યારે મહેન્દ્ર અને તેની માતા ક્યા છે, તે અંગે કોઈને જાણ નથી. હાલ તો આ ઘટનામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT