ગુજરાતના આ ગામમાં 4 વાગ્યા સુધી એકપણ મત ન પડ્યો, ગ્રામજનો કેમ કરી રહ્યા છે ચૂંટણીનો બહિષ્કાર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/જામનગર: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર સવારથી મતદાન ચાલી રહ્યું છે. જોકે સાંજે 4 વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું જ નિરસ મતદાન આ વખતે થયું છે. ત્યારે જામનગરના એક ગામમાં સાંજ સુધી એકપણ વોટ પડ્યો નથી. ચૂંટણી પંચથી નારાજ ગ્રામજનોએ મતદાનનો જ બહિષ્કાર કર્યો છે અને પ્રાંત અધિકારીના સમજાવવા પહોંચવા છતાં તેઓ તૈયાર થયા નથી.

ધ્રાફા ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
વિગતો મુજબ, જામનગરના જામજોધપુરમાં આવેલા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ મતદાન બુથ ન બનાવાતા ગ્રામજનોએ મતદાનનો જ બહિષ્કાર કર્યો છે. ગામના લગભગ 2000 વોટરમાંથી સાંજે 4 વાગ્યા સુધી કોઈએ પણ મત નાખ્યો જ નથી. ગ્રામજનોનું કહેવું છે કે, જ્યારથી ચૂંટણી શરૂ થઈ ત્યારથી ગામમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ વોટિંગ બૂથ બનતા હતા. આ વખતે ચૂંટણી પંચે મહિલાઓ અને પુરુષો માટે એક જ બુથ એટલે કે કોમન વોટિંગ બુથ બનાવ્યું છે. જેને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે અને તમામ લોકોએ મતદાનનો વિરોધ કર્યો છે.

ADVERTISEMENT

ચૂંટણી પંચને અઠવાડિયા પહેલા કરી હતી રજૂઆત
ગ્રામજનોએ Gujarat Tak સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલાને લઈને ચૂંટણી પંચને જાણકારી આપવામાં આવી હતી. પરંતુ કોઈ નિર્ણય ન આવવાના કારણે ગ્રામજનોએ ચૂંટણીના વિરોધમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. ધ્રાફા ગ્રામ પંચાયતના સરપંચે આ અંગે કલેક્ટરે 25 નવેમ્બરે જ પત્ર લખ્યો હતો અને અલગ મતદાન કેન્દ્ર ફાળવવાની માગણી કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT