ગાંધીનગરમાં હજુ દીપડાનું સંકટ ટળ્યું નથી! જાણો વન વિભાગે એક્શનમાં આવી કેવા પગલાં ભર્યા..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં દીપડો ફરતો હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં દીપડાને પકડવા માટે હવે વન વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે દીપડો પકડવા માટે વન વિભાગે કેમેરાઓ પણ લગાવી દેવામાં આવ્યા છે. તથા નાઈટ વિઝન માટે પણ ઘણી સુવિધાઓ ઉભી કરાઈ છે. અગાઉ આ દીપડાના ભયથી સ્થાનિકોમાં પણ ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. ચલો તમામ કાર્યવાહી પર વિગતવાર ચર્ચા કરીએ…

દીપડો જોયાની વાત લોકોએ કરતા ફફડાટ
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી દીપડો જોયાની વાત કરવામાં આવી રહી છે. લોકોના કહેવા પ્રમાણે હવે વન વિભાગ પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. ગાંધીનગરમાં દીપડાને પકડવા માટે 8 નાઈટ વિઝન કેમેરા લગાડવામાં આવ્યા છે. આની સાથે જ સાબરમતી નદીના કિનારે દીપડો આંટાફેરા મારતો હોય એવી આશંકાએ પણ કેમેરા લગાડવામાં આવ્યા છે.

દીપડો ક્યાંથી આવી રહ્યો છે..
ગાંધીનગરમાં દીપડો આવી ક્યાંથી રહ્યો છે એની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં પ્રાથમિક માહિતી પ્રમાણે સાબરકાંઠાથી ગાંધીનગરમાં દીપડો આવતો હોવાની માહિતી મળી રહી છે. છેલ્લા થોડા સમયથી વિવિધ લોકો આ દીપડાને જોતા હોય એવું સામે આવી રહ્યું છે.

ADVERTISEMENT

With Input: દુર્ગેશ મહેતા

    follow whatsapp

    ADVERTISEMENT