ફ્લાઈટમાં બોમ્બની તપાસ યથાવત, આપત્તિજનક વસ્તુ ન મળી; સવારે 10 વાગ્યે ઉડાન ભરે એવી સંભાવના..

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા તેની ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. આ દરમિયાન એન.એસ.જી.ની 2 ટીમોએ ચેકિંગ શરૂ કર્યું છે. જોકે અહીંથી અત્યારસુધીની તપાસમાં કોઈ આપત્તિજનક વસ્તુ મળી શકી નથી. પ્રશાસન અને યાત્રિઓ માટે આ રાહતના સમાચાર છે. નોંધનીય છે કે હવે યાત્રિઓના સામાનની તપાસ શરૂ કરાશે. જો સ્થિતિ સામાન્ય રહી તો આ ફ્લાઈટ સવારે 10 વાગ્યે ઉડાન ભરી શકે છે.

એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે…
અત્યારે એન.એસ.જીની ટીમ દ્વારા એરપોર્ટ પર યાત્રિઓના સામાનની તપાસ વેગવંતી કરાઈ શકે છે. જોકે હજુ સુધી કોઈ આપત્તિજનક વસ્તુઓ મળી નથી. આમ જ સ્થિતિ સામાન્ય રહી તો ઓથોરિટી પ્રમાણે આ ફ્લાઈટ જામનગરથી સંભવતઃ સવારે 10 વાગ્યે ઉડાન ભરી શકે છે. જોકે હજુ સુધી અહીં સઘન તપાસ આદરી દેવાઈ છે.

With Input: દર્શન ઠક્કર

ADVERTISEMENT

જામનગરઃ સતત 6 કલાકથી ફ્લાઈટમાં બોમ્બની તપાસ શરૂ, યાત્રિઓના સામાનનું ચેકિંગ યથાવત

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ચકચાર મચી ગઈ હતી. જામનગર એરપોર્ટ પર બોમ્બની શોધખોળ તપાસ ચાલુ જ છે. તેને નિષ્ક્રિય કરવા માટે અત્યારે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકથી સતત એન.એસ.જીનું ઓપરેશન ચાલુ હતું. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, કારણ કે એમાંથી બોમ્બ હોવાની માહિતી મળી હતી.

ADVERTISEMENT

શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ભર્યું બચકું

ADVERTISEMENT

અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં બન્યો છે. એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. અત્યારે બાળકીના ગાલ પર એવું બચકુ કૂતરાએ ભર્યું છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT