ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકો પાસે મજુરી કરાવાતો વિડિઓ વાયરલ, તંત્ર પર ઉઠયા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની, નવસારી: એક તરફ સરકાર બાળકોના શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છે. બાળકોને ભણતર તરફ વાળવાનો પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન  ડાંગ જિલ્લાના આહવા તાલુકાની રાવચોન્ડ પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાનો વિડીયો વાઇરલ થયો છે. જેમાં નાના ભૂલકાઓ માથે રેતીભરેલા તગારા અને લોખંડની ટ્રોલી વહન કરતા જોવા મળી રહ્યા છે. વિડીયો વાયરલ થતાં તંત્ર પર અનેક સવાલો ઉઠયા છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાની રાવચોન્ડ પ્રાથમિક શાળાનો એક વિડિઓ વાયરલ થયો છે. આ વિડિઓમાં આહવા તાલુકાની રાવચોંડ પ્રા. શાળામાં શિક્ષકો દ્વારા નાના બાળકો પાસે સાફ સફાઇ બહાને મજુરી કરવતા હોવાની ચર્ચા ઉઠી છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા નાના બાળકો પાસે લોખંડની ભારે ટ્રોલીમાં રેતી અને ઈંટોના ટુકડા સહિત અન્ય સામાન નો હેરાફેરી કરવાવમાં આવતા હોવાનો વિડિઓ સામે આવ્યો છે.

લોકોમાં રોષ જોવા મળ્યો
ગામના એક યુવાને વિડિઓ બનાવી શાળાના શિક્ષિકાને સવાલ કરતાં શિક્ષિકાએ ઉડાઉ જવાબ આપ્યો હતો. બાળકોને આ અંગે પૂછતાં તેઓ એ સાહેબે કામ કરવાનું જણાવ્યું હતું. વાયરલ વિડિઓમાં આ રીતે નાના ભૂલકાંઓને માથે રેતી ભરેલા તગારા ઉચકાવીને કામ કરાવતા જોઈ જિલ્લાભરમાં શાળા સંચાલકો ઉપર લોકોમાં રોષ જોવા મળ્યો છે. અને કસૂરવાર સામે પગલાં લેવા માંગ ઉઠી છે.

ADVERTISEMENT

પ્રભારી મંત્રીએ સંકલનમાં ફરિયાદ કરવા જણાવ્યું
ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ એ જણાવ્યું હતું કે વાયરલ વિડિઓ અંગે મને ખાસ ખબર નથી. પરંતુ બાળકો પાસે રેતી ભરેલા તગારા ઉચકાવવામાં આવતા હોય તો તે ખોટું છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી નિરાકરણ લાવીશું.

    follow whatsapp

    ADVERTISEMENT