અરવલ્લીના માલપુરમાં દેશી દારૂના અડ્ડાનું સામ્રાજ્ય, પોલીસ તંત્ર પર ઉઠયા સવાલો
હિતેશ સુતરીયા, અરવલ્લી: રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક વખત વિવાદ થઈ ચૂક્યો છે. આ દરમિયાન સરકાર અને તંત્ર હમેશા માટે શંકાના દાયરામાં રહ્યું છે. વધુ એક…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા, અરવલ્લી: રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક વખત વિવાદ થઈ ચૂક્યો છે. આ દરમિયાન સરકાર અને તંત્ર હમેશા માટે શંકાના દાયરામાં રહ્યું છે. વધુ એક વખત પોલીસ તંત્ર પર દારૂબંધીને લઈ સવાલ ઉઠયા છે. અરવલ્લીના માલપુરમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને આ દારૂના ધંધા ચાલવા પાછળ પોલીસની અમી દ્રષ્ટિ છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
રાજ્યમાં એક તરફ દારૂબંધી છે ત્યારે બીજી તરફ અરવલ્લીના માલપુરમાં દેશી દારૂ ના અડ્ડા ધમધમી રહ્યા છે. દારૂબંધી છે તેવા ગુજરાતમાં દારૂડિયાઓ છૂટથી દારૂ મેળવી જાહેર જગ્યા એ પોટલીઓ નાખી રહ્યા છે. માલપુર પોલીસની અમી દ્રષ્ટિ થી ચાલે છે દારૂની હાટડીઓ? આવા સવાલોએ પોલીસને ઘેર્યા છે.
અનેક મહિલાના ઘર વિખેરાયા
પોલીસની દયાથી ગામની અનેક મહિલાઓના ઘરનો માળો વિખેરાયો છે. હજુ પણ ગામની મહિલાઓનું દારૂના કારણે સૌભાગ્ય ખંડિત થવામાં પોલીસની મિલીભગત હોવાના સવાલો ઉઠયા છે. આ ઉપરાંત માલપુર પોલીસ તંત્રને માત્ર હપ્તામા જ રસ હોય તેમ વર્તન કરી રહ્યા છે. આ ઘટનાને લઈ પોલીસ પર અનેક સવાલો ઉઠયા છે.
ADVERTISEMENT
પોલીસ તંત્ર પર ઉઠયા સવાલો
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ અરવલ્લીના માલપુરમાં દેશી દારૂ ના અડ્ડા ધમધમી રહ્યા છે. દારૂનું સેવન કરી જાહેરમાં કોથળીઓ ફેકી અને તંત્રની પોલ ખોલનાર પર પોલીસ લાલ આંખ કરશે? જિલ્લા પોલીસ વડા માલપુર પોલીસ સામે કરશે કાર્યવાહી? માલપુર પોલીસ સ્ટેશનની હદમાં જ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT