ખેડામાં AAP ને મોટો ફટકો, સંગઠનના વિરોધમાં કાર્યકરોએ રાજીનામા ધરી ખેસ અને ટોપી સળગાવી
હેતાલી શાહ, ખેડા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. અને એવામાં ખેડા જિલ્લા આમ આપની પાર્ટી…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. અને એવામાં ખેડા જિલ્લા આમ આપની પાર્ટી સંગઠનમાં વિરોધ જોવા મળ્યો છે. અને સંગઠનના તમામ હોદ્દેદારોએ પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારીને આમ આદમી પાર્ટીનો વિરોધ કર્યો છે. અને પાર્ટી છોડી દીધી છે. જેને લઈને હવે ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ શૂન્ય થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
આયાતી ઉમેદવાર જાહેર કરતાં રોષ
એક તરફ ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તો બીજી તરફ ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી આમ તો ખેડા જિલ્લામાં પોતાનું વર્ચસ્વ જમાવી શકી નથી. પરંતુ માંડ માંડ ઊભું કરેલું સંગઠન કકડભૂસ થઈ ગયુ છે. આગાઉ એક બાદ એક આમ આદમી પાર્ટીના કાર્યકરો કોઈને કોઈ બાબતથી નારાજ થઈને પાર્ટી છોડીને અગાઉ પણ નીકળી ચૂક્યા છે. અને તેઓએ ભાજપનો પણ ખેસ ધારણ કરી લીધો છે. પરંતુ આજે ખેડા જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ ખેડા જિલ્લા વિધાનસભાની તમામ બેઠકો પર આયાતી ઉમેદવારને ટિકિટ આપી હોવાથી આક્રોશ વ્યક્ત કર્યો છે.
ટિકિટ ફાળવણીમાં લીધા પૈસા
આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થાય તે પહેલા 108 ઉમેદવાર જાહેર કર્યા હતા અને ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારની નવમી યાદી જાહેર કરી છે. જેમાં 10 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ કુલ 118 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે ત્યારે ઉમેદવારો જાહેર કરવા ટિકિટ માટે પૈસાની પણ માંગણી કરાઈ હોવાની વાત સામે આવી છે. જેનો એક ઓડિયો પણ વાયરલ થયો હોવાનો આક્ષેપ આપના કાર્યકરો ધ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નારાજ કાર્યકર્તાઑએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસમાં જે ઉમેદવાર યોગ્ય લાગશે તેમને જીતાડવા પ્રયત્નો કરીશું.
આયાતી ઉમેદવારને ટિકિટ આપવાનો આરોપ
ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટી માટે એક બેઠક પણ મેળવવી કપડા ચઢાણ સમાન બની ગયું છે. મહત્વની વાત છે કે આજે જ્યારે ગુજરાત તકની ટીમે કાર્યકરો સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પાર્ટીની જે નીતિ હતી એ નીતિથી પ્રેરાઈને અમે આ વાતની પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારની પાર્ટી હોય અને એમાંય ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા લોકોને જ પાર્ટી એ ટિકિટ આપી હોવાનો આક્ષેપ કર્યો છે. હવે ખેડા જીલ્લામા 6 બેઠક પૈકી 3 બેઠક ભાજપ પાસે અને 3 બેઠક કોંગ્રેસ પાસે છે. બન્ને પક્ષ 6 બેઠક જીતવાનો દાવો કરે છે. એવામાં આમ આદમી પાર્ટીનું ખેડા જિલ્લાનું સંગઠન જ સમાપ્ત થવાના આરે આવ્યુ છે ત્યારે ખેડા જીલ્લામા 2022 વિધાનસભાની ચૂંટણીમાં જીલ્લામા કોણ બાજી મારે છે તે જોવું રહ્યુ.
ADVERTISEMENT
ADVERTISEMENT