ઐતિહાસિક શરુઆત, સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ અદાલતની કાર્યવાહીનું થશે લાઈવ પ્રસારણ
દર્શન ઠક્કર, જામનગરઃ સુપ્રિમ કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક શરૂઆત કરી છે. જામનગર સહિત સમગ્ર રાજ્યની જિલ્લા અદાલતોમાં અદાલતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગરઃ સુપ્રિમ કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક શરૂઆત કરી છે. જામનગર સહિત સમગ્ર રાજ્યની જિલ્લા અદાલતોમાં અદાલતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે. જામનગરમાં પણ આ પ્રક્રિયા સહેલાઈથી શરુ થઈ ચૂકી હોવાનું જિલ્લા સરકારી વકીલે જણાવ્યું છે. લોકશાહીનો અર્થ જ થાય છે પારદર્શિતા ત્યારે એ દિશામાં હવે ન્યાય પ્રણાલી પણ કામ
કરશે.
જામનગરમાં અદાલતની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ જામનગર જિલ્લા અદાલતમાં એક સપ્તાહથી જિલ્લાની મુખ્ય અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરુ થયું છે. જો કે આ લાઈવ પ્રસારણમાં હાઈકોર્ટે આ સંબંધે કેટલાંક નિયંત્રણ મૂક્યા છે જે સૌએ જાણવા જરૂરી છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ સહિતની તમામ કોર્ટમાં આ શરૂઆત કરી દેવામાં આવી છે. આ માટે અદાલતમાં ફરિયાદી, આરોપી, સાક્ષી વગેરેને માઇક્રોફોન આપવા સહિતની સુવિધાઓ અગાઉ જ ગોઠવી લેવામાં આવી હતી.
લાઈવ પ્રસારણમાં પણ છે નિયંત્રણો
આ જીવંત પ્રસારણ અદાલતની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. જો કે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત ઉપયોગ માટે વોટ્સએપ વગેરે પર ડાઉનલોડ ન કરી શકે. અને આમ કરવા પર નિયંત્રણ પણ છે. આ કાર્યવાહીનું રેકોર્ડિંગ માત્ર અદાલત જ કરી શકે. કોઈ પણ વ્યક્તિ અથવા મીડિયા આ કાર્યવાહી કોઈને મોકલાવી ન શકે. પોતાની રીતે પ્રસારિત ન કરી શકે. જો કોઈ વ્યક્તિ આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર મૂકશે તો તેનાં વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ક્યાં કેસોમાં લાઈવ પ્રસારણ નહીં થાય
આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જાતીય સતામણીનાં કેસ, પોકસોના કેસ, લગ્ન સંબંધનાં કેસ, બાળક દત્તક લેવાનાં કેસ તથા દુષ્કર્મ જેવાં કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં. અદાલતની ઈન કેમેરા કાર્યવાહી તથા વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કહે તે કેસનું જીવંત પ્રસારણ કરી શકાશે નહીં. આ ઉપરાંત ટર્મિનલ ઓફ પ્રેગ્નન્સી અને ક્રોસ એકઝામિનેશનનાં પુરાવાઓ સહિતની કેટલીક સંવેદનશીલ બાબતો જીવંત પ્રસારણમાં સમાવિષ્ટ કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT